તેમણે આક્ષેપ કર્યો કે આ યુઅલ વિરુદ્ધ ખોટી અફવાઓ ફેલાવવા માટે સોશિયલ મીડિયા પર પેઇડ કેમ્પેઇન ચલાવવામાં આવી રહૃાા છે
દૃેશમાં આજકાલ ઈ૨૦ પેટ્રોલ (૨૦% ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ) ને લઈને સોશિયલ મીડિયા અને અલગ-અલગ મંચો પર વ્યાપક ચર્ચા અને વિવાદૃ ચાલી રહૃાો છે.
ઘણા લોકો એવો દૃાવો કરી રહૃાા છે કે આ ઈંધણનો ઉપયોગ કરવાથી વાહનની માઇલેજ ઓછી થઈ જાય છે અને ગાડીનું એન્જિન પણ બગડી શકે છે. આ તમામ અફવાઓ અને દૃાવાઓ વચ્ચે કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ સ્પષ્ટ શબ્દૃોમાં જણાવ્યું છે કે ઈ૨૦ પેટ્રોલને લઈને ફેલાવવામાં આવી રહેલા નકારાત્મક દૃાવાઓનો અત્યાર સુધી કોઈ નક્કર પુરાવો સામે આવ્યો નથી. પુરાવા વિના લોકોને ભ્રમિત કરવા તે બિલકુલ યોગ્ય નથી. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ આ અંગે ખુલ્લો પડકાર ફેંકતા કહૃાું છે કે, જો ઈ૨૦ પેટ્રોલ પુરાવવાને કારણે કોઈની ગાડીનું એન્જિન ખરાબ થયું હોય તો તે ગાડીની સંપૂર્ણ માહિતી અને પુરાવા જનતા સામે લાવે. તેમણે ઉમેર્યું કે આવા કિસ્સામાં કારના માલિક પોતાના ડીલરની સાથે-સાથે સીધા તેમને પણ ફરિયાદૃ મોકલી શકે છે. ગડકરીનો દૃાવો છે કે અત્યાર સુધી તેમની પાસે આવો એક પણ કેસ આવ્યો નથી, જે સાબિત કરી શકે કે ઈ૨૦ પેટ્રોલ એન્જિનને નુકસાન પહોંચાડે છે. એટલું જ નહીં, તેમણે આક્ષેપ કર્યો કે આ યુઅલ વિરુદ્ધ ખોટી અફવાઓ ફેલાવવા માટે સોશિયલ મીડિયા પર પેઇડ કેમ્પેઇન ચલાવવામાં આવી રહૃાા છે. નીતિન ગડકરીએ સ્વીકાર્યું હતું કે સામાન્ય પેટ્રોલની સરખામણીમાં ઇથેનોલની એનર્જી કેપેસિટી થોડી ઓછી હોય છે. આ જ કારણે કેટલીક ગાડીઓમાં માઇલેજમાં નજીવો ઘટાડો અનુભવાઈ શકે છે. પરંતુ તેનો અર્થ એ બિલકુલ નથી કે તેનાથી એન્જિન ખરાબ થઈ જશે. તેમણે ભારપૂર્વક કહૃાું કે માઇલેજ થોડી ઓછી થવી અને એન્જિનને નુકસાન થવું એ બંને તદ્દન અલગ બાબતો છે અને લોકોએ આ બંને બાબતોને ભેગી કરીને ન જોવી જોઈએ.
ગડકરીએ જણાવ્યું કે સરકાર ઈ૨૦ પેટ્રોલને એટલા માટે પ્રોત્સાહન આપી રહી છે જેથી દૃેશની વિદૃેશી તેલ પરની નિર્ભરતા ઘટાડી શકાય. ભારત દૃર વર્ષે કરોડો રૂપિયાનું ખર્ચ કરીને મોટી માત્રામાં કાચું તેલ વિદૃેશોમાંથી ખરીદૃે છે. જો પેટ્રોલમાં ઇથેનોલનું પ્રમાણ વધશે તો ઓઇલ ઇમ્પોર્ટ બિલમાં મોટો ઘટાડો થશે. ઇથેનોલનો સૌથી મોટો ફાયદૃો દૃેશના ખેડૂતોને પણ મળશે. ઇથેનોલ મુખ્યત્વે શેરડી, મકાઈ અને અન્ય કૃષિ પાકોમાંથી તૈયાર કરવામાં આવે છે. આ બાયોયુઅલની માંગ વધવાથી ખેડૂતોના પાકની વપરાશ વધશે અને તેમને વધુ સારી આવક મેળવવાની તક મળશે. આ સાથે ઇથેનોલ મિશ્રિત ઇંધણથી પ્રદૃૂષણ પણ ઘટે છે, તેથી તે પર્યાવરણ માટે પણ ઘણું ઉત્તમ માનવામાં આવે છે.
