Jai Hind

વડાપ્રધાન મોદીના ક્ધસેપ્ટ અંતર્ગત… ‘વન નેશન, વન યુનિફોર્મ’ અંતર્ગત દેશભરમાં ખાખી વર્દી જ પોલીસની ઓળખ બનશે

વડાપ્રધાન તરફથી આપવામાં આવેલ ક્ધસેપ્ટ ‘વન નેશન, વન યુનિફોર્મ’ અંતર્ગત દેશમાં પોલીસની વર્દી કેવી હોય, તેનો ફેસલો થઈ ગયો છે.
સૂત્રોનું કહેવું છે કે બધા રાજયોના પોલીસની વર્દીનો રંગ ખાખી હશે. સફેદ, બ્લુ કે અન્ય રંગ નહીં, બલકે ખાખી જ પોલીસની ઓળખ બનશે.
ખાખીમાં આવતા અનેક પ્રકારના રંગોને ન રાખીને તેમાં એક ખાસ રંગ અને ડિઝાઈન નકકી કરવામાં આવશે જેથી તમામ પોલીસકર્મી એ પ્રકારના રંગ અને ડિઝાઈન વાળી ખાખી વર્દીમાં જોવા મળે તેના માટે ખાખીનો એક રંગ અને પેટર્ન નકકી કરવામાં આવી રહી છે જે દેશમાં બધા રાજયોના પોલીસ કર્મીઓને લાગુ પડશે. વડાપ્રધાને દેશની પોલીસ માટે ‘એક દેશ, એક વર્દી’ વાળો ક્ધસેપ્ટ 28 ઓકટોબર 2022માં રજુ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે તેને થોપવો ન જોઈએ, બલ્કે તેના પર વિચારની જરૂરત છે, ત્યારબાદ ગૃહમંત્રાલયે બધા પાસેથી પોલીસ વર્દીનો ડેટા માંગવો શરૂ કર્યો હતો. ગૃહમંત્રાલયને આધિન પોલીસ દળના આધુનિકીકરણ માટે કામ કરનાર બ્યુરો ઓફ પોલીસ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ (બીપીઆર એન્ડ ડી) એ આ બાબતે કામ શરૂ કરી દીધુ હતું.