Jai Hind

ઇલેક્ટ્રોનિક આઇટમ્સના પાર્ટસ પરની આયાત ડ્યુટીની છૂટ લંબાવાઈ

ઇલેકટ્રોનિક્સ ઉત્પાદૃનો અન્ો રોકાણન્ો પ્રોત્સાહન આપવા

કેન્દ્ર સરકારે દૃેશમાં ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચિંરગ અને રોકાણને પ્રોત્સાહન આપવા માટે એક અત્યંત મહત્ત્વનો નિર્ણય લીધો છે.
સરકાર દ્વારા સ્માર્ટફોન, વાયરલેસ ચાર્જર, કમ્પ્યુટર, લેપટોપ, સ્માર્ટ ટીવી, સ્માર્ટવોચ અને ફિટનેસ બેન્ડ જેવા ઇલેક્ટ્રોનિક આઇટમ્સમાં વપરાતા પાર્ટ્સ (કોમ્પોનન્ટ્સ) પરની બેઝિક કસ્ટમ ડ્યુટી (મ્ઝ્રડ્ઢ) સંપૂર્ણપણે માફ કરી દૃેવામાં આવી છે. આ સાથે જ સરકારે આ પાર્ટ્સ પર મળનારી આયાત ડ્યુટીની છૂટને ૩૧ માર્ચ, ૨૦૨૯ સુધી લંબાવી દૃીધી છે. સૌથી ખાસ વાત એ છે કે આ નવો નિયમ તાત્કાલિક અસરથી દૃેશભરમાં લાગુ થઈ ગયો છે.
સરકારના આ નિર્ણય અંતર્ગત ડિસ્પ્લે મોડ્યુલ, સ્માર્ટફોન વાયરલેસ ચાર્જિંગ સિસ્ટમ અને લિથિયમ-આયન બેટરી બનાવવા માટે ઉપયોગમાં લેવાતા અનેક મહત્ત્વના પાર્ટ્સ પર કસ્ટમ ડ્યુટી હટાવી દૃેવામાં આવી છે. આ છૂટ મળવાને કારણે દૃેશમાં ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદૃનના લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં મોટી સફળતા મળશે. આનાથી આગામી સમયમાં આ ઇલેક્ટ્રોનિક ચીજવસ્તુઓની િંકમતોમાં ઘટાડો થઈ શકે છે, જોકે તેનો અંતિમ નિર્ણય જે-તે ઇન્ડસ્ટ્રી પર નિર્ભર રહેશે.
સરકારના આ પગલાથી ઓટોમોટિવ, મેડિકલ અને ઇન્ડસ્ટ્રિયલ ઇક્વિપમેન્ટમાં વપરાતી ડિસ્પ્લે એસેમ્બલી બનાવતી કંપનીઓને સૌથી વધુ ફાયદૃો થશે. ડિસ્પ્લે સેલ, બેકલાઇટ યુનિટ, લેક્સિબલ પ્રિન્ટેડ સર્કિટ એસેમ્બલી (હ્લઁઝ્રછજ), ફ્રેમ અને એનઆઇસઓટ્રોપિક કંડક્ટિવ ફિલ્મ (છઝ્રહ્લ) જેવા જરૂરી ઇમ્પોર્ટેડ પાર્ટ્સ પર હવેથી કોઈ કસ્ટમ ડ્યુટી નહીં લાગે.