Jai Hind

પહેલગામ-શાંગુસમાં વાદળ ફાટતા પુરમાં અનેક હોટલો અને ઘરો ડૂબ્યા

જમ્મુ કાશ્મીરમાં અમરનાથ યાત્રા સમયે જ

જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં પહલગામ સહિત બે જગ્યાએ વાદૃળ ફાટતા પુરની સર્જાયેલી ગંભીર સ્થિતિમાં હોટેલો-ઘર, ખેતરો પુરના પાણીમાં ગરકાવ થઈ જતા તેમજ રસ્તો ધોવાઈ જતા બધુ બરબાદૃ થઈ ગયુ છે. હિલ સ્ટેશન પહલગામમાં નદૃીને સમાંતર આવેલ માર્ગનો એક ભાગ પુરના પાણીમાં ધોવાઈ ગયેલો નજરે પડે છે.

રસ્તા તેમજ ખેતરો ધોવાઈ ગયા: હોટેલોમાં રોકાયેલાતમામ પ્રવાસીઓ સંપૂર્ણ સુરક્ષિત

ગઈકાલ શનિવારની રાત્રીએ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં વાદૃળ ફાટવાથી, એકાએક ધસી આવેલા પાણીના પ્રવાહથી પૂરની સ્થિતિ સર્જાઈ હતી. વાદૃળ ફાટવાને કારણે આવેલા પૂરમાં અનેક હોટલો અને ઘરો ડૂબી ગયા હતા.
કાશ્મીરના અધિકારીઓએ જણાવ્યું હતું કે, દૃક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં સ્થિત પહેલગામના અવુરા અને દૃેહવાથુ જંગલ વિસ્તારોમાં વાદૃળ ફાટતા અતિ ભારે વરસાદૃ પડ્યો હતો. દૃરમિયાન, ચિત્રગુલના ઉપરના ભાગમાં વાદૃળ ફાટવાથી અર્પટ ચિત્રગુલ-શાંગુસના પ્રવાહમાં એકાએક વધારો થયો હતો.
તેમણે અહેવાલ આપ્યો હતો કે, વાદૃળ ફાટવાથી અવુરા પ્રવાહમાં અચાનક પૂર આવ્યું હતું, અને વધતા જતા પાણીને કારણે ઓછામાં ઓછી છ હોટલો ડૂબી જવા માપી હતી. જો કે, હોટલમાં રોકાયેલા તમામ પ્રવાસીઓને બચાવી લેવામાં આવ્યા હતા અને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.
આ વિસ્તારના ઘણા ઘરો પૂરથી પ્રભાવિત થયા હતા. અધિકારીઓએ પુષ્ટિ કરી છે કે કોઈ જાનહાનિના અહેવાલ નથી, અને વહીવટીતંત્ર પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહૃાું છે.
વાદૃળ ફાટવાના કારણે પહેલગામમાં અવુરાના પાણીના સ્તરમાં ઝડપથી વધારો થયો. ઘણી હોટલો અને અન્ય ઇમારતોમાં પાણી જમા થયું છે. તે જ સમયે, ચિત્રગુલ (અનંતનાગ જિલ્લો, દૃક્ષિણ કાશ્મીર) ના ઉપરના ભાગમાં વાદૃળ ફાટવાથી અર્પટ ચિત્રગુલ-શાંગુસ પ્રવાહમાં અચાનક પૂર આવ્યું.
સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે, તમામ સંબંધિત વિભાગોને એલર્ટ કરવામાં આવ્યા છે અને હવામાનને લઈને ઉચ્ચ ચેતવણી જાહેર કરવામાં આવી છે. પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા અને સલામતી સુનિશ્ર્ચિત કરવા માટે સંવેદૃનશીલ વિસ્તારોમાં બચાવ અને દૃેખરેખ ટીમો તૈનાત કરવામાં આવી છે. બધા પ્રવાસીઓ સંપૂર્ણપણે સુરક્ષિત
પહલગામમાં અવુરાના પાણીના સ્તરમાં અચાનક વધારો થવાથી થોડા સમય માટે વિસ્તારમાં ગભરાટનું વાતાવરણ સર્જાયું હતું. જો કે, પ્રવાહના કિનારે આવેલી હોટલમાં રોકાયેલા તમામ પ્રવાસીઓ સંપૂર્ણપણે સુરક્ષિત રહૃાા. અહેવાલ લખાય ત્યાં સુધીમાં જાનમાલના નુકસાનના કોઈ અહેવાલ પ્રાપ્ત થયા ન હતા.
ઉત્તરાખંડના વિકાસનગરમાં ભારેવરસાદૃના કારણે લખવાડ હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટમાં ભૂસ્ખલન થતા વાહનો અન્ો ઘણી મશીનરી કાટમાળમાં દૃબાઈ ગયા છે.