Jai Hind

ચૂંટણી કાર્ડ બનાવવા માતા-પિતા કે દૃાદૃા-દૃાદૃીની SIRની વિગતો જરૂરી

દૃેશના ઘણા રાજ્યોમાં એસઆઇઆર પ્રક્રિયા પૂર્ણ થયા બાદૃ હવે નવા મતદૃારોની નોંધણી માટેના નિયમોમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. ચૂંટણી પંચ દ્વારા બહાર પાડવામાં આવતા ફોર્મ-૬માં આ મહત્ત્વપૂર્ણ બદૃલાવ જોવા મળ્યો છે.
હવેથી નવા મતદૃારોએ વોટર લિસ્ટમાં પોતાનું નામ ઉમેરાવતી વખતે એ સ્પષ્ટ કરવું પડશે કે, પાછલા જીૈંઇ દૃરમિયાન તેમના માતા-પિતા કે દૃાદૃા-દૃાદૃીનું નામ મતદૃાર યાદૃીમાં નોંધાયેલું હતું કે નહીં.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ નવો ફેરફાર હાલમાં માત્ર ઓનલાઇન ફોર્મ સબમિશનમાં જ ઉપલબ્ધ કરાવાયો છે, જ્યારે વેબસાઇટ પરથી ડાઉનલોડ કરવામાં આવતી ફોર્મની હાર્ડ કોપીમાં હજુ આ ઓપ્શન ઉમેરાયો નથી.
આ નવા નિયમને કારણે એવા પરિવારો સામે મોટી
મુશ્કેલી ઊભી થઈ શકે છે જેમના નામ યાદૃીમાંથી ગાયબ થઈ
ગયા છે.
ઉલ્લેખનીય છે કે, દૃેશના ૧૦ રાજ્યોમાં હાથ ધરવામાં આવેલી જીૈંઇ પ્રક્રિયા બાદૃ અંદૃાજે ૫.૫૮ કરોડ લોકોના નામ વોટર લિસ્ટમાંથી કાઢી નાખવામાં આવ્યા છે. જોકે, ચૂંટણી પંચ દ્વારા હજુ સુધી એ સ્પષ્ટ કરવામાં આવ્યું નથી કે જો કોઈ અરજદૃારના માતા-પિતા કે દૃાદૃા-દૃાદૃીનું નામ યાદૃીમાં ન હોય, તો તેના બાળકો કે પૌત્ર-પૌત્રીઓને નવી મતદૃાર યાદૃીમાં સામેલ કરવામાં આવશે કે નહીં. પશ્ર્ચિમ બંગાળમાં આ પ્રક્રિયાને લઈને ઘણો વિવાદૃ પણ થયો હતો, જ્યાં વિધાનસભા ચૂંટણી પહેલા જ ૨૭ લાખ લોકોના નામ કાઢી નાખવામાં આવ્યા હતા, જેના કારણે તેઓ મતદૃાન કરી શક્યા નહોતા.
કાયદૃાકીય દ્રષ્ટિએ જોઈએ તો ચૂંટણી પંચ પાસે પોતાની મરજીથી ફોર્મ-૬માં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવાનો સીધો અધિકાર નથી. ’રિપ્રઝન્ટેશન ઓફ ધ પીપલ એક્ટ ૧૯૫૦’ની કલમ ૨૮ હેઠળ નિયમોમાં સંશોધન કરવાનો અધિકાર માત્ર કેન્દ્ર સરકાર પાસે જ છે. બંધારણની કલમ ૩૨૬ અનુસાર, દૃેશના દૃરેક વયસ્ક નાગરિકને મતદૃાર યાદૃીમાં નામ નોંધાવવાનો મૂળભૂત અધિકાર છે, સિવાય કે તેને કોઈ કાયદૃાકીય કારણોસર અયોગ્ય જાહેર કરવામાં આવ્યો હોય.
નિષ્ણાતો અને સરકારી અધિકારીઓના જણાવ્યા અનુસાર, ફોર્મ-૬માં કોઈ પણ નવો કોલમ કે ફેરફાર ઉમેરતા પહેલા કાયદૃા મંત્રાલય દ્વારા સત્તાવાર ગેઝેટ નોટિફિકેશન બહાર પાડવું અનિવાર્ય છે. ચૂંટણી પંચ સરકારની મંજૂરી વગર ફોર્મમાં નાનો ફેરફાર પણ કરી શકતું નથી. અગાઉ વર્ષ ૨૦૨૧માં સંસદૃ દ્વારા કાયદૃામાં સુધારો કરીને ચૂંટણી પંચને મતદૃારોના ઓળખકાર્ડ િંલક કરવાની મંજૂરી આપવામાં આવી હતી, જેનું નોટિફિકેશન ફેબ્રુઆરી ૨૦૨૨માં જાહેર કરાયું હતું. આ નવા ફેરફાર અંગે પણ આગામી સમયમાં કાયદૃાકીય સ્પષ્ટતા થાય તેવી શક્યતા છે.