Jai Hind

મુંબઈની તાજ હોટેલને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

ઈન્સ્પેક્શન દૃરમિયાન કોઈ શંકાસ્પદૃ વસ્તુ મળી નહીં

એક માણસે રાત્રે ૧૨.૧૩ વાગ્યે નવી મુંબઈ પોલીસ કંટ્રોલને ફોન કરીને જણાવ્યું, દૃાઉદૃે તાજ હોટેલમાં બોમ્બ રાખ્યો છે

મુંબઈની તાજ હોટેલમાં બોમ્બ હોવાની ધમકી આપવામાં આવી છે. રવિવારે (૧૨ જુલાઈ) અડધી રાત્રે મુંબઈની પ્રખ્યાત તાજ હોટેલમાં બોમ્બની ધમકી મળ્યા બાદૃ કંટ્રોલ રૂમમાં પોલીસની તપાસ તેજ કરી દૃેવામાં આવી છે. એક માણસે રાત્રે ૧૨.૧૩ વાગ્યે નવી મુંબઈ પોલીસ કંટ્રોલને ફોન કરીને જણાવ્યું, “દૃાઉદૃે તાજ હોટેલમાં બોમ્બ રાખ્યો છે.”
ત્યારબાદૃ આ માહિતી મુંબઈ મેઈન કંટ્રોલ રૂમને આપવામાં આવી. માહિતી મળતાની સાથે જ કોલાબા પોલીસ, ક્રાઈમ સીન ઈન્વેસ્ટિગેશન ટીમ અને બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્ક્વોડ (મ્ડ્ઢડ્ઢજી) તરત જ તાજ હોટેલ પહોંચી ગયા. ધમકી મળ્યા બાદૃ હોટેલની મેઈન લોબી, સ્વિિંમગ પૂલ, અલગ-અલગ હોલ, રેસ્ટોરન્ટ, પાર્કિંગ, બહારના વિસ્તારો અને અન્ય સેન્સિટિવ જગ્યાઓ પર કાઉન્ટર-ઈમરજન્સી ચેિંકગ કરવામાં આવ્યું. ઈન્સ્પેક્શન દૃરમિયાન કોઈ શંકાસ્પદૃ વસ્તુ કે વિસ્ફોટક મળ્યા નથી. ટેકનિકલ તપાસમાંથી જાણવા મળ્યું છે કે ધમકીભર્યો કોલ તુર્ભે વિસ્તારમાંથી કરવામાં આવ્યો હતો. આ નંબરના આધારે પોલીસે શંકાસ્પદૃ વ્યક્તિની શોધખોળ શરૂ કરી છે અને તુર્ભે પોલીસ સ્ટેશનની મદૃદૃથી કોલ કરનારનો પતો લગાવવાનું કામ ચાલી રહૃાું છે. તાજ હોટેલમાં બોમ્બ હોવાની ધમકી મળ્યા બાદૃ સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડ પર છે. એજન્સીઓ દ્વારા કોલ કરનાર વ્યક્તિ વિશે માહિતી એકત્ર કરવામાં આવી રહી છે. પોલીસ આ ઘટનાને ધ્યાનમાં રાખીને સાવચેતી વર્તી રહી છે. હોટેલની આસપાસના વિસ્તારની અવરજવર પર નજર રાખવામાં આવી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર કોઈ શંકાસ્પદૃ વ્યક્તિ મળ્યાના અહેવાલ નથી.
તપાસ એજન્સી આ અંગે હોટેલમાં છાનબીન કરવામાં જોતરાઈ ગઈ છે. જો કે ટીમને કંઈ જ મળ્યું નથી. હવે તે ફોન કોલનો પતો લગાવવા માટે પોલીસે તપાસ શરૂ કરી દૃીધી છે. તમમે જણાવી દૃઈએ કે થોડા મહિના પહેલા પણ આ પ્રકારનો ધમકીભર્યો કોલ હોટેલ સ્ટાફને મળ્યો હતો. હાલમાં આ ઘટના બાદૃ તાજ હોટેલની સુરક્ષા કડક કરી દૃેવામાં આવી છે. પોલીસ બંદૃોબસ્ત તૈનાત કરી દૃેવામાં આવ્યો છે.