જમ્મુ કાશ્મીરના બારામુલા જિલ્લામાં મોડી રાત્રે ભૂકંપના આંચકા : મણિપુરમાં પણ સવારે ૩.૯ ની તીવ્રતાનો ભૂકંપ
દૃેશના ઘણા ભાગોમાં ભૂકંપના આંચકા અનુભવાયા. જમ્મુ કાશ્મીરના બારામુલા જિલ્લામાં રવિવારે મોડી રાત્રે રિક્ટર સ્કેલ પર ૩.૬ ની તીવ્રતાનો હળવો ભૂકંપ આવ્યો. વળી મણિપુરમાં સોમવારે (૧૩ જુલાઈ) સવારે ૩.૯ ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. આના લીધે લોકોમાં ફાળ પડી ગઈ. જો કે કોઈ પણ પ્રકારના નુકસાનના સમાચાર નથી.
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (દ્ગઝ્રજી) એ ભૂકંપ અંગે માહિતી આપી. દ્ગઝ્રજી એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ઠ પર માહિતી શેર કરતાં જણાવ્યું કે, બારામુલામાં ભૂકંપ મોડી રાત્રે ૨ વાગ્યે આવ્યો. આનું કેન્દ્ર જમીનથી ૧૦ કિલોમીટરની ઊંડાઈએ સ્થિત હતું. હજુ સુધી ભૂકંપથી કોઈ પણ પ્રકારના જાન-માલના નુકસાન કે કોઈ ઘાયલ થયાના અહેવાલ મળ્યા નથી. આ પહેલા ફેબ્રુઆરીમાં પણ બારામુલા જિલ્લામાં રિક્ટર સ્કેલ પર ૪.૬ ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તે સમયે જિલ્લાનો પટ્ટન વિસ્તાર ભૂકંપનું કેન્દ્ર હતો.
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (દ્ગઝ્રજી) ના જણાવ્યા અનુસાર, સોમવારે વહેલી સવારે મણિપુરના કામજોંગ જિલ્લામાં ૩.૯ ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. ભૂકંપ સવારે ૬.૩૨ વાગ્યે ૮૦ કિલોમીટરની ઊંડાઈ પર આવ્યો. આનું કેન્દ્ર કામજોંગ જિલ્લામાં ઈમ્ફાલથી લગભગ ૩૧ કિલોમીટર પૂર્વ-દૃક્ષિણ પૂર્વમાં સ્થિત હતું. મહત્ત્વની વાત એ છે કે ભૂકંપના કારણે કોઈ પણ પ્રકારના જાન-માલના નુકસાનના કોઈ સમાચાર નથી.
મણિપુર પહેલા આંધ્ર પ્રદૃેશના દૃરિયાકાંઠા પાસે બંગાળની ખાડીમાં રવિવારે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા. આની રિક્ટર સ્કેલ પર તીવ્રતા ૪.૫ માપવામાં આવી. ભૂકંપના આંચકા વિશાખાપટ્ટનમ શહેરના ઘણા ભાગોમાં અનુભવાયા. આ ભારતીય સમય મુજબ સવારે ૫.૦૫ વાગ્યે ૧૦ કિલોમીટરની ઊંડાઈમાં આવ્યો.
આનું કેન્દ્ર કાકીનાડા કાંઠાથી લગભગ ૨૨૫ કિલોમીટર દૃૂર બંગાળની ખાડીમાં હતું.ભારતીય રાષ્ટ્રીય મહાસાગર સૂચના સેવા કેન્દ્ર (ૈંદ્ગર્ઝ્રૈંંજી) ના જણાવ્યા અનુસાર, રવિવારે સવારે બંગાળની ખાડીમાં રિક્ટર સ્કેલ પર ૪.૫ ની તીવ્રતાનો હળવો ભૂકંપ નોંધાયો હતો, જેના કારણે વિશાખાપટ્ટનમના ઘણા વિસ્તારોમાં ધ્રુજારી અનુભવાઈ હતી. વળી, રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રએ જણાવ્યું કે ભૂકંપ સવારે ૫:૦૫:૪૬ વાગ્યે આવ્યો હતો.
તેનું કેન્દ્રિંબદૃુ બંગાળની ખાડીમાં કાકીનાડા દૃરિયાકાંઠાથી લગભગ ૨૨૫ કિલોમીટર દૃૂર આવેલું હતું. ભૂકંપની ઊંડાઈ ૧૦ કિલોમીટર નોંધાઈ હતી. તેનું કેન્દ્રિંબદૃુ ૧૬.૮૦૫ ડિગ્રી ઉત્તરી અક્ષાંશ અને ૮૪.૩૮૧ ડિગ્રી પૂર્વી રેખાંશ પર હતું.