Jai Hind

ધોરણ ૧૦નુ પાસ સર્ટિફિકેટ મેળવવા હવે ત્રીજી ભાષાનુ આંતરિક મૂલ્યાંકન પાસ કરવુ ફરજિયાત

ધોરણ ૧૦ના વિદ્યાર્થીઓ માટે નવા નિયમો અમલમાં

NEP ૨૦૨૦ હેઠળ ૨૦૨૭-૨૮થી અમલ; બોર્ડ પરીક્ષામાં નહીં પૂછાય છતાં શાળાની પરીક્ષા પાસ કર્યા વગર નહીં મળે પાસ સર્ટિફિકેટ

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશનએ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (દ્ગઈઁ ૨૦૨૦) અંતર્ગત ધોરણ ૯ અને ૧૦ના વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ ફેરફાર જાહેર કર્યો છે. નવા નિયમ મુજબ શૈક્ષણિક વર્ષ ૨૦૨૭-૨૮થી ધોરણ ૧૦નું પાસ સર્ટિફિકેટ મેળવવા માટે વિદ્યાર્થીઓએ ત્રીજી ભાષાના આંતરિક મૂલ્યાંકન (ૈંહીંહિટ્ઠઙ્મ છજજીજજદ્બીહં)માં ફરજિયાત પાસ થવું પડશે. જોકે, આ વિષયની અલગ બોર્ડ પરીક્ષા લેવામાં આવશે નહીં, પરંતુ શાળા દ્વારા લેવામાં આવતી પરીક્ષામાં સફળતા મેળવવી અનિવાર્ય રહેશે.
ઝ્રમ્જીઈ દ્વારા જાહેર કરાયેલા પરિપત્ર અનુસાર આ નિયમ શૈક્ષણિક વર્ષ ૨૦૨૬-૨૭માં ધોરણ ૯માં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓથી લાગુ થશે. એટલે કે આ બેચ જ્યારે ૨૦૨૭-૨૮માં ધોરણ ૧૦માં પહોંચશે ત્યારે તેમને આ નવી વ્યવસ્થા હેઠળ અભ્યાસ કરવો પડશે. હાલ ધોરણ ૧૦માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પર આ નિયમ લાગુ નહીં પડે.
બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે ત્રીજી ભાષાને બોર્ડ પરીક્ષાનો ભાગ બનાવવામાં આવશે નહીં. તેમ છતાં, શાળા દ્વારા લેવામાં આવતા આંતરિક મૂલ્યાંકનમાં પાસ થયા વગર વિદ્યાર્થીઓને ધોરણ ૧૦નું અંતિમ પાસ સર્ટિફિકેટ આપવામાં આવશે નહીં. જો કોઈ વિદ્યાર્થી પ્રથમ પ્રયાસમાં નિષ્ફળ જશે તો શાળા દ્વારા તેને ફરીથી પરીક્ષા આપવાની તક આપવામાં આવશે, જેથી તે જરૂરી લાયકાત પૂર્ણ કરી શકે.
ધોરણ ૯ના વિદ્યાર્થીઓ માટે પણ ખાસ જોગવાઈ કરવામાં આવી છે. જો કોઈ વિદ્યાર્થી ધોરણ ૯માં ત્રીજી ભાષાના મૂલ્યાંકનમાં નિષ્ફળ જાય તો તેને ધોરણ ૧૦માં પ્રમોટ કરવામાં આવશે, પરંતુ ધોરણ ૧૦ દૃરમિયાન તેને બાકી રહેલી પરીક્ષા પાસ કરવી ફરજિયાત રહેશે. આ વ્યવસ્થાનો હેતુ વિદ્યાર્થીઓનું શૈક્ષણિક વર્ષ બગડે નહીં અને સાથે ભાષા શિક્ષણની આવશ્યકતા પણ જળવાઈ રહે તે છે.
ઝ્રમ્જીઈએ અગાઉ જાહેર કરેલા માર્ગદૃર્શનમાં ધોરણ ૬થી ત્રણ ભાષાના ફોર્મ્યુલાનો પણ અમલ શરૂ કરવાની જાહેરાત કરી હતી. આ ફોર્મ્યુલા મુજબ વિદ્યાર્થીઓએ ત્રણ ભાષાઓનો અભ્યાસ કરવો પડશે, જેમાંથી ઓછામાં ઓછી બે ભારતીય ભાષાઓ હોવી જરૂરી રહેશે. જે વિદ્યાર્થીઓએ અગાઉ વિદૃેશી ભાષા પસંદૃ કરી હશે તેઓ તેને ચાલુ રાખી શકશે/.