Jai Hind

અમરકંટક મંદિૃરમાંથી સોના-ચાંદૃી ગાયબ

રામમંદિૃર બાદૃ હવે નર્મદૃાના ઉદ્ગમ સ્થાન

ટ્રસ્ટ કહે છે ઝવેરાત પોલીસ સ્ટેશનમાં જમા થાય છે:પોલીસ કહે છે અહીં કોઈ ચડાવો નથી આવતો

રામમંદિર બાદ હવે નર્મદાના ઉદગમ સ્થળ અમરકંટકના મંદિરમાં દાનમાં મળેલા સોના-ચાંદી ગાયબ થયાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. દાનના ચડાવામાં ગેરરીતિના આરોપ લાગ્યા છે, આથી મંદિર પ્રશાસનની કાર્યપ્રણાલી પર સવાલ ઉઠયા છે. આરોપ છે કે મુખ્ય ઉદગમ મંદિરને દાનમાં મળેલા સોના-ચાંદીનો કોઈ રેકોર્ડ નથી.
આ મામલે મંદિર ટ્રસ્ટનો દાવો છે કે ચડાવામાં મળેલા સોના-ચાંદીના ઝવેરાત અમરકંટક પોલીસ સ્ટેશનમાં જમા કરવામાં આવે છે અને તેની રસીદ ટ્રસ્ટ પાસે છે. જો કે સામે પક્ષે પોલીસ સ્ટેશનના ટીઆઈએ સનસનીખેજ ખુલાસો કર્યો છે કે તેમની પાસે મંદિરનો કોઈ ચડાવો નથી આવતો.
નર્મદા ઉદગમ મંદિરનું સંચાલન સ્થાનિક નગર પરિષદ દ્વારા થાય છે, પરંતુ પરિષદ પાસે ટ્રસ્ટનો બાયલોઝ ઉપલબ્ધ નથી.
આ કારણે દાનની ગણતરી, ઝવેરાતોનું સંરક્ષણ અને અન્ય પ્રક્રિયાઓના સ્પષ્ટ નિયમ નથી. શ્રી નર્મદા મંદિર ઉદગમ ટ્રસ્ટની રચના વર્ષ 2001માં થઈ હતી, ટ્રસ્ટ પર મંદિર સંચાલન, નિર્માણ, દાનપેટીઓની રકમ અને સોના-ચાંદીના મેનેજમેન્ટની જવાબદારી છે. હાલના ખુલાસા બાદ ટ્રસ્ટની કાર્યપ્રણાલી પર ગંભીર સવાલ ઉઠયા છે.
ટ્રસ્ટ 10 દાનપેટીઓનું સંચાલન કરે છે. મેનેજમેન્ટ મુજબ ટ્રસ્ટના ખાતામાં લગભગ 1.41 કરોડ રૂપિયા જમા છે. વર્ષ 2001થી અત્યાર સુધી દાનમાં મળેલ સોના-ચાંદીનો પુરો રેકોર્ડ ઉપલબ્ધ નથી.
સામાન્ય રીતે મંદિરોના કિંમતી ઝવેરાત બેન્ક લોકરમાં સુરક્ષિત રાખવામાં આવે છે. પરંતુ અમરકંટક મંદિરના ઝવેરાત પોલીસ સ્ટેશનમાં જમા કરવામાં આવે છે. આ વ્યવસ્થા કયારે અને કયા આધારે શરૂ થઈ તેની જાણકારી ટ્રસ્ટના ખજાનચી અને સીએમઓ ચૈતસિંહ પરસ્તેને નથી. બીજી બાજુ નગર પરિષદ પાસે ટ્રસ્ટનું બાયલોઝ ઉપલબ્ધ નથી. લેખિત દસ્તાવેજ નથી.