સોનમ વાંગચુકની ભૂખ હડતાળ મામલે હાઈકોર્ટે કહૃાું
સોનમ વાંગચુકનું અનશન ખતમ કરાવવા માટે દૃાખલ કરવામાં આવેલી જાહેરહિતની અરજી પર દિૃલ્હી હાઈકોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારને નોટિસ જાહેર કરી છે. ૧૮ દિૃવસથી અનશન કરી રહેલા વાંગચુકના કેસને અર્જન્ટ ગણાવતા હાઈકોર્ટના ચીફ જસ્ટિસની બેન્ચે કેન્દ્ર અને દિૃલ્હી સરકારને આવતીકાલે (ગુરુવાર) સવાર સુધીમાં જવાબ દૃાખલ કરવા માટે કહૃાું છે.
અરજીકર્તા વકીલે કહૃાું, ખૂબ જ કમનસીબ પરિસ્થિતિ છે. સામાજિક કાર્યકર્તા જે પોતાના મૌલિક અધિકારનો ઉપયોગ કરીને પ્રદૃર્શન કરી રહૃાા છે અને એક રીતે સમગ્ર દૃેશની સામે પોતાનો જીવ આપી રહૃાા છે. સૈનીએ અદૃાલતને કેન્દ્ર અને રાજ્ય સરકારને એવો નિર્દૃેશ આપવા માટે કહૃાું કે વાંગચુકને તાત્કાલિક હોસ્પિટલમાં શિટ કરવામાં આવે અને તેમને જરૂરી સારવાર પૂરી પાડવામાં આવે તથા અનશન ખતમ કરાવવામાં આવે.
જેના પર હાઈકોર્ટે કહૃાું, કેન્દ્ર સરકાર તરફથી કોઈ હાજર થયું નથી. અમે અરજીની નોંધ લઈ રહૃાા છીએ. અમે આ મામલાની આવતીકાલે જ સુનાવણી કરીશું અને કેન્દ્ર સરકાર પાસેથી જવાબ લેવાની જરૂર છે. કોર્ટે આદૃેશની એક નકલ સંબંધિત એડિશનલ સોલિસિટર જનરલ અને દિૃલ્હી સરકારના વકીલને આપવાનો નિર્દૃેશ આપ્યો. હાઈકોર્ટની બાર એસોસિએશન દ્વારા કરવામાં આવેલા બહિષ્કારના કારણે કેન્દ્ર અને દિૃલ્હી સરકાર તરફથી કોર્ટમાં કોઈ હાજર થયું ન હતું.