E20 એટલે કે ઈથેનોલ ભેળવેલા પેટ્રોલ વિશે હાલ ખુબ ચર્ચા થઈ રહી છે. આ બધા વચ્ચે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહૃાું કે જે લોકોને ૧૦૦ ટકા પેટ્રોલ લેવું હોય તો તેઓ પેટ્રોલ પંપ પરથી લઈ શકે છે. પરંતુ તેના વધુ પૈસા ચૂકવવા પડશે. આ અગાઉ તેઓ કહી ચૂક્યા છે કે ઈથેનોલ ભેળવેલા ઈંધણના કારણે વાહન ખરાબ થવાની સમસ્યા આવી નથી. એવા પણ રિપોર્ટ્સ છે કે ઓઈલ કંપનીઓએ ઈંધણની ક્વોલિટીની તપાસ તેજ કરી છે. ટીઓઆઈના એક રિપોર્ટ મુજબ ગડકરીને પૂછવામાં આવ્યું કે શું પેટ્રોલ પંપ પર ઈ૧૦ ઈંધણના વિકલ્પની સંભાવના છે. તો તેના પર તેમણે જવાબ આપ્યો કે જ્યારે આપણે ૨૦ ટકા ઈથેનોલ બ્લેન્ડિંગનો લક્ષ્યાંક મેળવી લીધો છે અને ઈ૨૦ ઈંધણ દૃેશના દૃરેક યૂલ સ્ટેશન પર છે, તો આવું કેવી રીતે શક્ય હોય. તેમણે કહૃાું કે જે લોકો ઈથેનોલ ભેળવેલું પેટ્રોલ ન લેવા માંગતા હોય તેઓ ૧૦૦ ટકા પેટ્રોલ ખરીદૃી શકે છે પરંતુ તેના માટે વધુ પૈસા આપવા પડશે. જાહેર ક્ષેત્રની પેટ્રોલિયમ કંપનીઓએ દૃેશભરમાં પોતાના રિટેલ પેટ્રોલ પંપ પર ઈંધણની ગુણવત્તા અંગે તપાસ શરૂ કરી દૃીધી છે. જેમાં ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન, ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ અને હિન્દૃુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડના નામ સામેલ છે. આ કંપનીઓએ આ પગલું સોશિયલ મીડિયા પર ઉઠેલી ઈંધણની ગુણવત્તાને લઈને વ્યક્ત થઈ રહેલી િંચતાઓ વચ્ચે ગ્રાહકોને ભરોસો અપાવવા માટે ઉઠાવવામાં આવ્યું છે. પેટ્રોલિયમ કંપનીઓએ ગ્રાહકોને અપીલ કરી છે કે તેઓ ઈંધણની ગુણવત્તા સાથે જોડાયેલી કોઈ પણ ફરિયાદૃને સીધા પેટ્રોલ પંપ કે કંપનીના ગ્રાહક સેવા માધ્યમોથી નોંધાવો અને અપુષ્ટ સોશિયલ મીડિયા પોસ્ટ પર ભરોસો ન કરવો. ૈૈં્ં કાનપુરનું કહેવું છે કે ઈ૨૦ થી ગાડીઓના એન્જિનને નુકસાન થવાના કોઈ પુરાવા નથી.