Jai Hind

મારા પુત્રોની કંપનીઓ પર ૧,૬૦૦ કરોડ રૂપિયાનું દેવું છે

ઇથેનોલ વિવાદ પર નીતિન ગડકરીનો જવાબ

કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ સરકારના ઇથેનોલ બ્લેન્ડિંગ પ્રોગ્રામથી તેમને અથવા તેમના પરિવારને કોઈ આર્થિક ફાયદૃો થયો હોવાના તમામ આક્ષેપોને સખત શબ્દૃોમાં ફગાવી દૃીધા છે. તેમણે પોતાની સામે ચાલી રહેલી આ ઝુંબેશને “રાજકીય રીતે પ્રેરિત” અને ખોટી માહિતી પર આધારિત ગણાવી છે. એક ઇન્ટરવ્યુમાં તેમણે સ્પષ્ટ કર્યું કે વૈકલ્પિક ઇંધણને પ્રોત્સાહન આપવાનો તેમનો હેતુ માત્ર જાહેર નીતિ અને દૃેશના હિત માટે છે, કોઈ ખાનગી સ્વાર્થ માટે નહીં.નિતિન ગડકરીએ જણાવ્યું કે તેમના પુત્રો દ્વારા ચલાવવામાં આવતા ખાંડ અને ઇથેનોલના વ્યવસાયનો આ ક્ષેત્રમાં બહુ જ મામૂલી હિસ્સો છે અને તેની કામગીરી, િંકમતો નક્કી કરવા કે ખરીદૃી પ્રક્રિયામાં તેમની કોઈ ભૂમિકા નથી. તેમણે આંકડા આપતા કહૃાું, “તેમના કુલ બિઝનેસમાં ઇથેનોલનો હિસ્સો માત્ર ૧૦% જ છે અને દૃેશના સમગ્ર ઇથેનોલ બિઝનેસમાં મારા પુત્રોની ફેક્ટરીઓનો હિસ્સો ૦.૫% કરતા પણ ઓછો છે.