વાર્ષિક રથયાત્રા માટે જગન્નાથપૂરીમાં લાખો શ્રદ્ધાળુઓ એકત્ર થઈ રહ્યા છે, ત્યારે પૂરી વહીવટીતંત્ર સાથે મળીને, રિલાયન્સ ‘પૂરી રથયાત્રા સેવા’ 2026 અંતર્ગત મજબૂત ઓન-ગ્રાઉન્ડ સપોર્ટ કરી રહી છે. અન્ન સેવા, જાહેર સહાય માળખાગત સુવિધા, સ્વચ્છતા, સ્વયંસેવકોની ભાગીદારી, સામુદાયિક પહોંચ અને ટેકનોલોજી-એનેબલ્ડ સંકલનને આવરી લેતી આ પહેલની સર્વગ્રાહી રેન્જને એકસાથે લાવીને, રિલાયન્સનો આ પહેલનો ઉદ્દેશ ફ્રન્ટલાઈન સહાયને વધારવાનો અને આ પવિત્ર શહેરની મુલાકાત લેવાની અપેક્ષા રાખતા લાખો શ્રદ્ધાળુઓ માટે સલામત, સીમલેસ અને સુવ્યવસ્થિત યાત્રા સુનિશ્ચિત કરવામાં મદદરૂપ થવાનો છે.
16 જુલાઈ, 2026થી શરૂ થતી વાર્ષિક રથયાત્રા એક ખૂબ જ પવિત્ર તહેવાર છે જે દેશભરના શ્રદ્ધાળુઓને ભગવાન જગન્નાથ, ભગવાન બલભદ્ર અને દેવી સુભદ્રાની પવિત્ર નગરયાત્રાને જગન્નાથ મંદિરથી ગુંડિચા મંદિર સુધી જોવા માટે આકર્ષે છે. લાખો શ્રદ્ધાળુઓ માટે, તે શ્રદ્ધા, ભક્તિ અને પરંપરાની યાત્રા છે, જે આ તહેવારને ભારતના સૌથી પ્રિય આધ્યાત્મિક મેળાવડામાંનો એક બનાવે છે.
વ્યાપક સંકલન, જાહેર માળખાગત સુવિધાઓ અને યાત્રાળુઓની સલામતી અને સુખાકારી સુનિશ્ચિત કરવા ફરજબદ્ધ કર્મચારીઓ માટે જરૂરી સહાયતાને ધ્યાનમાં રાખીને, રિલાયન્સ તેની ’વી કેર’ ફિલોસોફી સાથે આ પવિત્ર યાત્રાને સુરક્ષિત, સરળ અને સુલભ બનાવવા ફ્રન્ટલાઈન વર્કર્સ અને જાહેર સેવાઓને ,સમર્થન આપવાના આ પ્રયાસમાં યોગદાન આપવા બદલ સન્માન અનુભવે છે.
અમે ન્યૂટ્રીશન, સલામતી અને સ્વચ્છતા વધારવા માટે પ્રતિબદ્ધ છીએ, યાત્રાઓને સરળ બનાવવાની સાથે-સાથે વહીવટીતંત્રને પણ મદદરૂપ થઈ શકાય, એમ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શ્રી અનંત એમ અંબાણીએ જણાવ્યું હતું.