Jai Hind

ભારતના કોટન ટેક્સટાઈલ ઉદ્યોગ માટે ઈ-કોમર્સ નિકાસના આગામી તબક્કાને વેગ આપવા માટે ભારત ટેક્સ 2026માં એમેઝોન ઈન્ડિયા અને ટેક્સપ્રોસિલ (TEXPROCIL) વચ્ચે MoU સાઈન કરાયા

એમેઝોન ઈન્ડિયાએ આજે ભારતના કોટન ટેક્સટાઈલ સેક્ટરમાંથી ઈ-કોમર્સ નિકાસને ઝડપી બનાવવા માટે ધી કોટન ટેક્સટાઈલ્સ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (ઝઊડઙછઘઈઈંક) સાથે એક મેમોરેન્ડમ ઓફ અંડરસ્ટેન્ડિંગ (ખજ્ઞઞ) પર હસ્તાક્ષર કર્યા છે. નવી દિલ્હીમાં આયોજિત ’ભારત ટેક્સ 2026’ દરમિયાન ટેક્સપ્રોસિલના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડો. સિદ્ધાર્થ રાજગોપાલની ગરિમામય ઉપસ્થિતિમાં આ ખજ્ઞઞ સાઈન કરવામાં આવ્યા હતા. આ સહયોગનો મુખ્ય ઉદ્દેશ્ય નિકાસકારોની સજ્જતા મજબૂત કરીને અને આંતરરાષ્ટ્રીય બજારો સુધી તેમની પહોંચ વિસ્તારીને, કોટન ટેક્સટાઈલ ઉત્પાદકો, નિકાસકારો અને ટેક્સપ્રોસિલના સભ્યોને ’એમેઝોન ગ્લોબલ સેલિંગ’ દ્વારા વૈશ્વિક બિઝનેસ ઊભો કરવામાં મદદ કરવાનો છે. આ ભાગીદારી કોટન ટેક્સટાઈલ ઉત્પાદકો અને નિકાસકારોને વૈશ્વિક સ્તરે વ્યવસાય વિસ્તારવા માટે નિકાસકાર જાગૃતિ, સેલર સક્ષમતા (વિક્રેતા સશક્તિકરણ) અને ક્ષમતા-નિર્માણની પહેલોનો લાભ મેળવવામાં મદદ કરશે. ટેક્સપ્રોસિલ (ઝઊડઙછઘઈઈંક) ના સભ્યોને અમેરિકા, યુકે, યુએઈ, કેનેડા, જર્મની, ઓસ્ટ્રેલિયા સહિતના દેશોમાં એમેઝોન ગ્લોબલ સેલિંગના આંતરરાષ્ટ્રીય માર્કેટપ્લેસનો એક્સેસ મળશે. એમેઝોને અત્યાર સુધીમાં ભારતમાંથી 20 બિલિયન યુએસ ડોલરથી વધુની સંચિત (ભીળીહફશિંદય) ઈ-કોમર્સ નિકાસને સફળતાપૂર્વક સક્ષમ બનાવી છે અને કંપની 2030 સુધીમાં દેશમાંથી 80 બિલિયન યુએસ ડોલરની સંચિત નિકાસ હાંસલ કરવા માટે પ્રતિબદ્ધ છે.
એમેઝોન ગ્લોબલ સેલિંગ, ઈન્ડિયાના હેડ શ્રીનિધિ કલ્વાપુડીએ જણાવ્યું હતું કે: “ભારતનો ટેક્સટાઈલ ઉદ્યોગ લાંબા સમયથી દેશના સૌથી મજબૂત નિકાસ ક્ષેત્રોમાંનો એક રહ્યો છે, જ્યાં ઉત્પાદકો વિશ્વ કક્ષાની પ્રોડક્ટ્સ બનાવે છે જેની દુનિયાભરના ગ્રાહકોમાં ભારે માંગ છે.