દૃેશની પહેલી હાઇડ્રોજન ટ્રેનન્ો વડાપ્રધાન્ો આપી લીલીઝંડી
કોંગ્રેસનું નામ લીધા વિના મોદૃીએ કહૃાુ, ‘‘આ ૨૦૧૪ પહેલાનું ભારત નથી, ૧૨ વર્ષમાં ૯૯% ટ્રેનોનું વીજળીકરણ થયું છે: આજે જીંદૃનું નામ ઇતિહાસમાં નોંધાઈ ગયુ:વડાપ્રધાન
વડાપ્રધાન નરેન્દ્ર મોદૃીએ દૃેશની પહેલી હાઈડ્રોઝન ટ્રેનનો શુભારંભ કરાવ્યો છે. આ ટ્રેન હરિયાણાના જીંદૃથી સોનીપત વચ્ચે દૃોડશે, જેની મુસાફરી ૯૦ કિલોમીટરની હશે. હાઇડ્રોજન યુલથી ચાલતી આ ટ્રેન ખાસ માનવામાં આવી રહી છે. કારણ કે ૧૦ કોચવાળી આ વિશ્ર્વની સૌથી લાંબી હાઇડ્રોજન ટ્રેન છે. આ દૃરમિયાન પીએમ મોદૃીએ હરિયાણાને ૧૪૦૦ કરોડ રૂપિયાના અન્ય વિકાસકાર્યોની પણ ભેટ આપી છે. તેમણે કહૃાું કે, મારો હરિયાણા અને જીંદૃ સાથે જૂનો સંબંધ છે. અહીં હું સ્કૂટીથી આવતો હતો. જીંદૃનું ઘી, જીંદૃનું ઘેવર નથી બદૃલાયું, પરંતુ જીંદૃના તેવર જરૂર બદૃલાઈ ગયા છે.
વડાપ્રધાન મોદૃીએ કહૃાું, “ભારતની હાઇડ્રોજન ટ્રેન સૌથી શક્તિશાળી અને સૌથી ખાસ છે. જો આપણે રેલવેના ઇતિહાસ પર નજર કરીએ તો ૧૯મી સદૃીની રેલવે કોલસાથી ચાલતી હતી. ૨૦મી સદૃીમાં ટ્રેન ડીઝલ અને વીજળીથી ચાલતી હતી. હવે ૨૧મી સદૃીની ટ્રેન હાઇડ્રોજનથી ચાલવાની છે. ભારતે આ ક્ષેત્રમાં મોટું પગલું ભર્યું છે. જીંદૃથી સોનીપત વચ્ચે ચાલનારી હાઇડ્રોજન ટ્રેનની મુસાફરી ૯૦ કિલોમીટરની હશે. પરંતુ ભવિષ્યમાં અમે તેનો વિસ્તાર કરીશું. અમે આના પર સતત રિસર્ચ કરતા રહીશું. દૃુનિયામાં હાઇડ્રોજન આવ્યાને હજુ ૭થી ૮ વર્ષ જ થયા છે. દૃુનિયાના માત્ર ચાર દૃેશોમાં જ આ ટ્રેન ચાલી રહી છે. પરંતુ ભારતની હાઇડ્રોજન ટ્રેન સૌથી ખાસ છે.”
આ ટ્રેન દૃેશમાં મોટુ પરિવર્તન લાવશે.
વડાપ્રધાન મોદૃીએ કહૃાું, ૩૨૦૦ હોર્સપાવર સાથે આ સૌથી તાકાતવર ટ્રેન છે. તે તાકાતવર જ નહીં, વિશ્ર્વની સૌથી લાંબી હાઇડ્રોજન ટ્રેન પણ છે. ભારતે પ્રથમ જ વખતમાં સીધી ૧૦ કોચવાળી ટ્રેન ચલાવીને દૃુનિયામાં પોતાનો ઝંડો ફરકાવી દૃીધો છે. હું તમને ગૌરવની એક વાત વધુ કહું. આ ટ્રેન ધુમાડા વગરની છે, આ મેક ઇન ઇન્ડિયાનું ઉદૃાહરણ છે. તેને ભારતના એન્જિનિયરોએ બનાવી છે અને ભારતની જ કંપનીએ બનાવી છે.
વડાપ્રધાન મોદૃીએ કહૃાું કે, “મિડલ ઇસ્ટમાં હોર્મુઝ સ્ટ્રેટમાં સતત યુદ્ધ જેવી સ્થિતિ છે. તેની અસર ભારત પર પણ પડી રહી છે. કારણ કે અહીંથી જ દૃેશમાં ડીઝલ-પેટ્રોલ, ખાદ્ય અને અન્ય જરૂરી સામગ્રી આવે છે. પરંતુ ૨૦૧૪ પહેલાં આવી સ્થિતિ બની હોત તો દૃેશનું રેલ નેટવર્ક સંકટમાં આવી જાત. તે સમયે રેલવેનો મોટો ભાગ ડીઝલ પર જ નિર્ભર હતો. આવી સ્થિતિમાં ડીઝલનો પુરવઠો અટકે તો ટ્રેનોનું સંચાલન પણ અસરગ્રસ્ત થાય. પરંતુ હવે સ્થિતિ બદૃલાઈ ગઈ છે. આ ૨૦૧૪નું ભારત નથી, આ નવું ભારત છે. આ મોદૃી છે જે ઘણું અગાઉનું વિચારે છે.”ભારતમાં વીજળીકરણ ૧૯૨૫થી શરૂ થયું હતું. ત્યારથી લઈને ૨૦૧૪ સુધી ૯૦ વર્ષોમાં દૃેશના રેલવે નેટવર્કનો માત્ર ૩૦ ટકા જ ભાગ વીજળીકૃત થયો હતો, જ્યારે ૭૦ ટકા ભાગ ડીઝલ પર નિર્ભર હતો. આ જ ગતિએ કામ ચાલેત તો આખા રેલવે નેટવર્કને ૧૦૦ ટકા વીજળીકૃત કરવામાં ૨૦૦ વર્ષ લાગી જાત. પરંતુ છેલ્લા ૧૨ વર્ષમાં દૃેશની સ્થિતિ બદૃલાઈ છે.