Jai Hind

ઓર્ગન ફેલ્યોરને લઈને ડોક્ટરોએ વ્યક્ત કરી ચિંતા ‘ભૂત બનીને પાછો આવીશ, અનશન પર અડગ સોનમ વાંગચુકનું નિવેદૃન

દિૃલ્હીના જંતર-મંતર પર નીટ-યુજી પેપર લીક વિરુદ્ધ અનશન કરી રહેલા સોનમ વાંગચુકની ભૂખ હડતાળને ૨૦ દિૃવસ પૂરા થવા જઈ રહૃાા છે. સોશિયલ મીડિયા પર સોનમના અનશનને લઈને ઘણા લોકો તેમના સ્વાસ્થ્યને લઈને િંચતા વ્યક્ત કરી રહૃાા છે, તો કેટલાક લોકો મીમ બનાવીને મજાક ઉડાવી રહૃાા છે. જોકે મજાક કરવાના મામલે સોનમ વાંગચુક પણ કંઈ ઓછા નથી, અત્યંત નબળી હાલતમાં પણ તેમણે કંઈક એવું કહી દૃીધું કે સાંભળનારાઓ હસી પડ્યા. આ દૃરમિયાન સોનમે સ્પષ્ટ કહૃાું કે તેઓ પોતાનું અનશન ૨૦ જુલાઈ સુધી ચાલુ રાખશે અને તે દિૃવસે સંસદૃ સુધી કાઢવામાં આવનારા માર્ચનું નેતૃત્વ કરશે.
જંતર-મંતર પર સમર્થકોને સંબોધતા તેમણે ચેતવણીભર્યા લહેકામાં કહૃાું કે જો આ માર્ચ સફળ નહીં થાય, તો તેઓ ‘ભૂત બનીને પાછા આવશે. નોંધનીય છે કે વાંગચુકની બગડતી તબિયતને જોતા સમાજના વિવિધ વર્ગોના લોકો સતત તેમને અનશન સમાપ્ત કરવાની અપીલ કરી રહૃાા છે. સોનમ વાંગચુકની માંગ છે કે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન શિક્ષણ વ્યવસ્થામાં કથિત અનિયમિતતાઓની જવાબદૃારી સ્વીકારીને રાજીનામું આપે. તમારી જાણકારી માટે જણાવી દૃઈએ કે ‘કોકરોચ જનતા પાર્ટી (ઝ્રત્નઁ) ના સમર્થનમાં ચાલી રહેલું પ્રદૃર્શન હવે તેના ૨૮મા દિૃવસે પહોંચ્યું છે. મેડિકલ ટીમ દ્વારા જાહેર કરવામાં આવેલા હેલ્થ બુલેટિન મુજબ વાંગચુકનું વજન ઘટીને ૫૬.૬૫ કિલોગ્રામ રહી ગયું છે. છેલ્લા ૨૪ કલાકમાં તેમનું અડધો કિલોગ્રામ વજન ઘટ્યું છે. ડોક્ટરોએ તેમના ઓર્ગન ફેલ્યોરની પણ િંચતા વ્યક્ત કરી છે. ભૂખ હડતાળ શરૂ કરી ત્યારથી અત્યાર સુધીમાં સોનમનું કુલ ૯ કિલોગ્રામ વજન ઘટી ગયું છે.
પોતાના સંબોધનમાં વાંગચુકે સમર્થકોને અપીલ કરી કે તેઓ પોતાની ઉર્જા ૨૦ જુલાઈની માર્ચને સફળ બનાવવામાં લગાવે. તેમણે કહૃાું કે ભલે તેઓ શારીરિક રીતે નબળા પડી ગયા છે, પરંતુ તેમનું મનોબળ પહેલા કરતા પણ મજબૂત છે અને તેમને વિશ્ર્વાસ છે કે તેમના સાથીઓ પણ અંદૃરથી એટલા જ સશક્ત છે. અત્યાર સુધી ઘણી મુખ્ય હસ્તીઓ અને સમર્થકોની અપીલ છતાં સોનમ વાંગચુક વારંવાર એવું દૃોહરાવી ચૂક્યા છે કે આ આંદૃોલનને સહાનુભૂતિ કરતા વધુ જનભાગીદૃારીની જરૂર છે.