Jai Hind

સંસદના ચોમાસુ સત્રમાં બંધારણ સુધારા ખરડા લીસ્ટેડ જ નહી!

નવી દિલ્હી: આગામી સોમવારથી શરૂ થઈ રહેલા સંસદના ચોમાસુ સત્રમાં સરકાર-વિપક્ષ વચ્ચે રાજકીય ટકકર અત્યાર સુધીના સૌથી ઉગ્ર હોવાના સંકેત છે. ખાસ કરીને પ.બંગાળ-તામિલનાડુ સહિતની પાંચ રાજયોની વિધાનસભા ચુંટણીના પરિણામો બાદ વિપક્ષોમાં જે રીતે ભંગાણનો સિલસીલો અટકતો નથી અને સરકાર પણ બે તૃતીયાંશ બહુમતી માટે તમામ રાજકીય તાકાત કામે લગાડી છે તે વચ્ચે તા.20થી શરૂ થઈ રહેલા આ સત્રના એજન્ડામાં નવા સિમાંકન ખરડાનો હાલ સમાવેશ ન કરાતા વિપક્ષો પણ જેની સામે લડવાની તૈયારી કરતા હતા તે મુદો જ હાલ આગળ ન ધરી સરકારે સસ્પેન્સ વધારી દીધું છે. ગઈકાલે જ કોંગ્રેસની બેઠક બાદ કોંગ્રેસ પ્રમુખ મલ્લીકાર્જુન ખડગેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક પત્ર લખીને નવા સિમાંકન ખરડો સંસદમાં રજુ કરતા પુર્વે સર્વપક્ષીય બેઠકમાં ખુદ વડાપ્રધાન જ આ પ્રસ્તાવિત ખરડા અંગે વિપક્ષોના પ્રશ્ર્નોના જવાબ આપે અને સ્થિતિ સ્પષ્ટ કરે તેવી માંગણી કરી હતી પણ સરકારનું મૌન વિપક્ષોને અકળાવી રહ્યું છે. સંસદનાં ચોમાસુ સત્રમાં જે પાંચ ખરડા રજુ થવાના છે તેમાં નવા સિમાંકનનો કોઈ ઉલ્લેખ જ નથી. સત્ર સમયે જે ખરડા રજુ થવાના છે. તેમાં રાષ્ટ્રીય ગૌરવ (સુધારા) ખરડો 2026માં 1971ના કાનૂનમાં ફેરફાર કરીને તેમાં ઈરાદાપુર્વકના અપરાધ તથા રાષ્ટ્રીય ગીત વંદેમાતરમના ગાયન સમયે વિધાન ઉભા કરવાને અપરાધ ગણવાની જોગવાઈ છે. બીજા ખરડામાં જન્મ મરણની નોંધ વિલંબથી કરાવવા સામે આકરી જોગવાઈનો પ્રસ્તાવ છે પણ તેમાં આ વર્ષે 3 દિવસના ખાસ સત્રમાં જે રીતે મહિલા અનામત અને નવા સિમાંકનને સાંકળી લેતો ખરડો રજુ કરી રાજકીય લડાઈ છેડી હતી તે બંધારણ સુધારા કે વડાપ્રધાન-મુખ્યમંત્રી 30 દિવસ જેલ કે કસ્ટડીમાં રહેતો આપોઆપ હોદામાંથી દુર થાય તે બન્ને બંધારણ સુધારા-130 કે 131નો સમાવેશ જ કર્યો નથી. આમ મુખ્ય લડાઈના બન્ને મુદાઓમાં વિપક્ષને હાલ શસ્ત્રો મ્યાન કરવા પડે તેવી સ્થિતિ છે. વડાપ્રધાન-મુખ્યમંત્રીઓને ગેરલાયક ઠરાવનો પ્રસ્તાવ હાલ સંસદીય સમીતીની વિચારણાના આખરી તબકકે છે. સંસદના સત્ર દરમ્યાન જ સંસદીય સમીતી રજુ કરી પડે છે તો નવા સિમાંકન પ્રસ્તાવ જે ખાસ સત્રમાં પરાજીત થયો તેનો આ સત્રમાં કોઈ ઉલ્લેખ જ નથી.
સૂત્રોના જણાવ્યા મુજબ આ બન્ને ખરડા બંધારણીય સુધારા હોવાથી તે મંજુર કરાવવામાં સંસદના બન્ને ગૃહોમાં બે તૃતીયાંશ બહુમતી જરૂર પડે જે સરકાર મેનેજ કરી રહી છે પણ ગણિત હજુ પાકુ થયુ નથી તેની ફરી વિપક્ષને એક થવાની તક નહી આપે. સંસદમાં સત્ર વચ્ચે પણ તે રજુ થઈ શકે છે. અન્ય ખરડામાં આવકવેરા સુધારા ખરડો સુપ્રીમકોર્ટ ન્યાયમૂર્તિઓની સંખ્યા વધારવા સમયે પ્રસ્તાવ તથા લઘુ ઉદ્યોગો એમએસએમઈ વિકાસ ખરડો લીસ્ટેડ થાય છે તો બજેટ સત્રમાં રજુ થયેલા અન્ય બે ખરડા પણ હવે હાથ પર લેવાશે.