Jai Hind

દૃેશમાં ડેન્ગ્યુની જાપાની વેક્સિનને મંજૂરી

ભારતમાં હવે ડેન્ગ્યુથી મળશે કાયમ માટે છૂટકારો

દૃેશમાં જ ઉત્પાદન થનાર વેક્સિન QDENGA ૪ થી ૬૦ વર્ષ વય સુધીના લોકો લઈ શકશે

દૃેશમાં દૃર વર્ષે ડેન્ગ્યુના કારણે ભારે તબાહી મચે છે. વરસાદૃ પછી દૃેશના ઘણા વિસ્તારોમાં ડેન્ગ્યુ ફેલાય છે અને તેના કારણે દૃર વર્ષે હજારો લોકોના મોત પણ થાય છે. પરંતુ હવે તેના પર બ્રેક લાગશે. સરકારે ડેન્ગ્યુને ખતમ કરવા માટે રસીને મંજૂરી આપી દૃીધી છે. ડ્રગ રેગ્યુલેટરી સંસ્થા સેન્ટ્રલ ડ્રગ સ્ટાન્ડર્ડ એન્ડ ઓર્ગેનાઈઝેશન ઝ્રડ્ઢર્જીઝ્રં એ જાપાની રસી ક્યુડેન્ગા ઊડ્ઢઈદ્ગય્છ ને મંજૂરી આપી દૃીધી છે. ક્યુડેન્ગાને જાપાની દૃવા કંપની તાકેડા ફાર્માસ્યુટિકલ દ્વારા વિકસાવવામાં આવી છે. આ રસી ટેટ્રાવેલેન્ટ લાઇવ એટેન્યુએટેડ ટેકનોલોજી પર વિકસાવવામાં આવી છે, જેનો અર્થ છે કે આ રસી ડેન્ગ્યુ વાયરસના ચારેય સેરોટાઇપથી સુરક્ષા પ્રદૃાન કરી શકે છે.
જાપાની કંપની અનુસાર, આ રસી એવા લોકોને પણ આપી શકાય છે જેમને પહેલા ડેન્ગ્યુ થઈ ચૂક્યો છે. બીજી તરફ, જેમને અત્યાર સુધી ડેન્ગ્યુ નથી થયો તે તો લઈ જ શકશે. આ રસી લગાવતા પહેલા ડેન્ગ્યુની તપાસ કરાવવાની જરૂર નથી. કંપનીએ કહૃાું છે કે આ મંજૂરી એવા સમયે મળી છે, જ્યારે ભારતમાં છેલ્લા બે દૃાયકા દૃરમિયાન ડેન્ગ્યુના કેસોમાં ૧૧ ગણો વધારો નોંધાયો છે. આ રસી બનાવવા માટે જાપાની કંપની તાકેડા ફાર્માસ્યુટિકલએ ૨૦૨૪ માં ભારતની રસી કંપની બાયોલોજિક ઇ સાથે ભાગીદૃારી કરી હતી. આ કરાર હેઠળ ર્મ્ૈર્ઙ્મખ્તૈષ્ઠટ્ઠઙ્મ ઈ દૃર વર્ષે ૫ કરોડ ડોઝ બનાવવાની ક્ષમતા વિકસાવશે. આનાથી તાકેડાને દૃાયકાના અંત સુધીમાં વિશ્ર્વભરમાં દૃર વર્ષે ૧૦ કરોડ ડોઝ ઉત્પાદૃન કરવાના તેના લક્ષ્યને હાંસલ કરવામાં મદૃદૃ મળશે.
આપણે બધા જાણીએ છીએ કે ડેન્ગ્યુ મચ્છર કરડવાથી ફેલાય છે. તે મચ્છરની અંદૃર ડેન્ગ્યુ વાયરસ હાજર હોય છે. ડેન્ગ્યુ તાવ વિશ્ર્વભરમાં એક પડકાર બની રહૃાો છે. વૈશ્ર્વિક સ્તરે ડેન્ગ્યુના કુલ કેસોમાં લગભગ એક તૃતીયાંશ હિસ્સો ભારતનો છે. તાકેડાના ઇન્ટરકોન્ટિનેન્ટલ માર્કેટ્સના વડા મહેન્દ્ર નાયકે કહૃાું, ૨૦૨૨ માં લોન્ચ થયા પછી ઊડ્ઢઈદ્ગય્છ ને ૪૩ દૃેશોમાં મંજૂરી મળી ચૂકી છે અને વિશ્ર્વભરમાં તેના ૩.૨ કરોડથી વધુ ડોઝ વિતરિત કરવામાં આવ્યા છે. કંપનીએ એ પણ જણાવ્યું કે લાંબા ગાળાના અભ્યાસમાં ઊડ્ઢઈદ્ગય્છ એ ડેન્ગ્યુ સંક્રમણ અને ડેન્ગ્યુના કારણે હોસ્પિટલમાં દૃાખલ થવાના જોખમ સામે સતત અસરકારક સુરક્ષા પ્રદૃાન કરી છે.લાંબા ગાળાના ક્લિનિકલ ડેટા અનુસાર, આ રસીની અસરકારકતા ઘણી ઉત્તમ છે. તે ડેન્ગ્યુના ચારેય સ્ટ્રેનથી થતી બીમારીને રોકવામાં સક્ષમ છે.
આ રસી સામાન્ય રીતે થતા ડેન્ગ્યુના જોખમને ૬૧ થી ૮૦ ટકા સુધી ઘટાડે છે. તે હોસ્પિટલમાં દૃાખલ થવાથી બચાવવામાં મદૃદૃ કરે છે. તેના બે ડોઝ લીધા પછી ડેન્ગ્યુના કારણે હોસ્પિટલમાં દૃાખલ થવાનું જોખમ લગભગ ૮૪% થી ૯૦% સુધી ઓછું થઈ જાય છે.
ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયાએ નિષ્ણાત સમિતિની ભલામણના આધારે ૪ થી ૬૦ વર્ષની વયના લોકો માટે તેના ઉપયોગને મંજૂરી આપી છે. આ રસી બે ડોઝમાં લગાવવી પડે છે. આ બંને ડોઝની અંદૃાજિત િંકમત ૬,૦૦૦ થી ૧૨,૦૦૦ ની વચ્ચે હોઈ શકે છે.
કારણ કે હૈદૃરાબાદૃની બાયોલોજિકલ ઇ તેનું ભારતમાં જ નિર્માણ કરી રહી છે. તેથી નિષ્ણાતોનું માનવું છે કે આવનારા સમયમાં તેનું મોટા પાયે ઉત્પાદૃન થશે જેનાથી િંકમતમાં ભારે ઘટાડો આવી શકે છે.