Jai Hind

56 નહી 28 વર્ષના નવજવાનો દેશને આગળ વધારી રહ્યા છે: મોદીએ રાહુલ પર કટાક્ષ કર્યો

સંસદમાં તથ્યો અને તર્કના આધારે ચર્ચા થવી જોઈએ: વડાપ્રધાન

ચોમાસા સત્રની હંગામામય શરૂઆત: ખડગેની શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ

આજે સંસદના ચોમાસુ સત્રના પ્રારંભ પુર્વે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પત્રકારોના સંબોધન સમયે એક તરફ ગત સપ્તાહમાં દેશના પ્રથમ ખાનગી રોકેટ વિક્રમ-1 નું સફળતાપુર્વક લોન્ચીંગનો ઉલ્લેખ કર્યો હતો અને એવું કહ્યું હતું કે 28 વર્ષના નવજવાનો આજે દેશને આગળ વધારી રહ્યા છે. શ્રી મોદીએ આ જ વાકયમાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી પર પણ કટાક્ષ કરી લીધો હતો અને કહ્યું હતું કે હું કોઈ 56 વર્ષના યુવાનની વાત કરી રહ્યો નથી પણ હું દેશના એ યુવા ઉદ્યમીઓની વાત કરું છું જેમની સરેરાશ ઉંમર 28 વર્ષની છે અને તેઓ અભિનંદનના પાત્ર છે તેમાં કોઈ સંદેહ નથી.
શ્રી મોદીએ જણાવ્યું કે છેલ્લો એક મહિનો દેશમાં અનેક મહત્વના પડાવો હાંસલ થયા છે જેમાં દરેક નાગરિક ગર્વભર કહી શકે છે. તેઓએ સ્કાયરૂટના સફળ સાહસનો ઉલ્લેખ કર્યો, સાથોસાથ જણાવ્યું કે દુનિયાના અનેક ભાગોમાં યુદ્ધ ચાલી રહ્યું છે. પરંતુ જે ઉર્જાનું સંકટ સર્જાયુ છે તે વચ્ચે પણ ભારતે 7.7 ટકાના દરે વિકાસની ગતિ જાળવી રાખી છે. શ્રી મોદીએ એ પણ જણાવ્યું કે સંસદમાં તથ્યો અને તર્ક પર ચર્ચા થવી જોઈએ. હંગામાને કોઈ
સ્થાન નથી. દેશના લક્ષ્યોને હાંસલ કરવા માટે હકારાત્મક વિચારો જરૂરી છે.