ચોમાસા સત્રની હંગામામય શરૂઆત: ખડગેની શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ
સંસદના ચોમાસુ સત્રની શરૂઆત વિપક્ષોના હંગામાથી શરૂ થઇ હતી. વિપક્ષના હંગામાને કારણે વારંવાર પાંચથી વધુ વાર સંસદના બન્ને ગૃહોને સ્થગિત કરવા પડ્યા છે.
એનડીએ સરકાર આ સત્રમાં આવકવેરા, રાષ્ટ્રીય સન્માનના અપમાનની રોડધામ વિધેયક, સુપ્રિમ કોર્ટમાં ન્યાયાધિશોની સંખ્યા સંશોધન વિધેયક
સહિત સાત મહત્વના વિધેયક લાવવાની તૈયારી રહી છે ત્યારે વિપક્ષો નીટ પેપર લીક, જંતર મંતર પર છાત્રો પર પોલીસના લાઠીચાર્જ, રામ મંદિરમાં ચડાવા ચોરી જેવા મુદ્ે શાસક પક્ષને ઘેરવાની રણનીતિ તૈયાર કરી રહ્યા છે.
સંસદમાં ભારે હંગામા સાથે રાજ્યસભા અને લોકસભાના ગૃહોમાં કાર્યવાહી સ્થગિત કરવી પડી છે.
રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ સદનમાં નીટ પરીક્ષાના પ્રશ્ર્ન પત્ર લીકનો મુદ્ો ઉઠાવ્યો હતો અને જંતર-મંતર પર દેખાવો કરી રહેલા છાત્રો પર લાઠીચાર્જનો આરોપ લગાવ્યો હતો. જેના કારણે સંસદના બન્ને ગૃહોની કાર્યવાહી સતત પાંચવાર સ્થગિત કરાઇ હતી.વિપક્ષ નેતા અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ નીટ પેપર લીક મામલે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરી હતી. મલ્લિકાર્જુન ખડગેએ સ્પીકરને કહ્યું હતું કે આપે મને પેપર લીક અને નીટ પરીક્ષા કૌભાંડના બારામાં મારી વાત રાખવાની તક આપી છે, આ મામલે છાત્રો સાથે સંકળાયેલો છે હું લાખો બાળકોના ભવિષ્યના બારામાં વાત કરી રહ્યો છું. આ મુદ્ાને લઇને હજારો છાત્રો જંતર-મંતર પર મોજુદ છે ત્યાં લાઠીચાર્જ થયો છે.
સરકાર તાકાતનો ઉપયોગ કરી અવાજ દબાવવા માગે છે, તેમને ત્યાંથી હટાવવાની કોશિષ કરી રહી છે.