Jai Hind

સતત બીજા દિૃવસે લોકસભા-રાજ્યસભાની કાર્યવાહી સ્થગિત

બંને ગૃહોમાં સતત વિપક્ષોનો હોબાળો

વિદ્યાર્થીઓના વિરોધ, NEET મુદ્દો અને અન્ય પ્રશ્ર્નો પર સરકાર-વિપક્ષ આમને-સામને; બંને ગૃહોમાં કાર્યવાહી ચાલી શકી નહીં

સંસદૃના ચોમાસુ સત્રના બીજા દિૃવસે પણ લોકસભા અને રાજ્યસભામાં ભારે હોબાળો જોવા મળ્યો હતો. વિપક્ષે વિદ્યાર્થીઓના વિરોધ પ્રદૃર્શન પર થયેલી પોલીસ કાર્યવાહી, દ્ગઈઈ્ પરીક્ષા વિવાદૃ સહિતના મુદ્દાઓને લઈને સરકાર સામે જોરદૃાર વિરોધ નોંધાવ્યો હતો.
સતત હંગામાને કારણે બંને ગૃહોમાં કોઈ મહત્વપૂર્ણ ધારાસભાકીય કામકાજ થઈ શક્યું નહીં અને અંતે લોકસભા તથા રાજ્યસભાની કાર્યવાહી બુધવાર, ૨૨ જુલાઈના રોજ સવારે ૧૧ વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી.
લોકસભાની કાર્યવાહી શરૂ થતાં જ વિપક્ષના સભ્યોએ વિવિધ મુદ્દાઓ પર ચર્ચાની માંગ સાથે સૂત્રોચ્ચાર શરૂ કર્યો હતો. ભારે હોબાળાને કારણે અધ્યક્ષે પ્રથમ કાર્યવાહી બપોરે ૧૨ વાગ્યા સુધી અને ત્યારબાદૃ ૨ વાગ્યા સુધી મુલતવી રાખી હતી. બપોરે ફરી બેઠક શરૂ થયા બાદૃ પણ સ્થિતિમાં કોઈ સુધારો ન થતાં આખા દિૃવસ માટે ગૃહની કાર્યવાહી સ્થગિત કરવાની ફરજ પડી હતી.
રાજ્યસભામાં પણ સમાન સ્થિતિ જોવા મળી હતી. કોંગ્રેસના અધ્યક્ષ અને રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ વિદ્યાર્થીઓ પર થયેલી પોલીસ કાર્યવાહીનો મુદ્દો ઉઠાવી સરકાર પાસેથી સ્પષ્ટતા માંગવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, હોબાળાને કારણે રાજ્યસભામાં પણ કોઈ નિયમિત કાર્યવાહી થઈ શકી નહોતી.
સંસદૃની બહાર મીડિયા સાથે વાત કરતાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ દૃેશની શિક્ષણ વ્યવસ્થા અંગે િંચતા વ્યક્ત કરી હતી. તેમણે વિદ્યાર્થીઓની માંગણીઓને યોગ્ય ગણાવી અને કહૃાું કે પરીક્ષા પ્રણાલીમાં ઉભી થયેલી ખામીઓ અંગે સરકાર જવાબ આપે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદૃી આ મુદ્દે મૌન કેમ છે તેવો સવાલ પણ ઉઠાવ્યો.