મધ્યપ્રદૃેશમાં યુનિફોર્મ સિવિલ કોડ તરફ મોટું પગલું
મધ્યપ્રદૃેશ વિધાનસભામાં મંગળવારે ભારે રાજકીય હોબાળા વચ્ચે યુનિફોર્મ સિવિલ કોડ (ેંઝ્રઝ્ર) બિલ બહુમતીથી પસાર કરવામાં આવ્યું. બિલ રજૂ થતાં જ કોંગ્રેસના ધારાસભ્યોએ જોરદૃાર વિરોધ નોંધાવ્યો અને સૂત્રોચ્ચાર શરૂ કર્યો, જેના કારણે વિધાનસભાની કાર્યવાહી બે વખત મુલતવી રાખવી પડી હતી. તેમ છતાં સરકારને મળેલા બહુમતના આધારે અંતે બિલ પસાર કરવામાં સફળતા મળી.
આ બિલ પસાર થતાં ઉત્તરાખંડ, ગુજરાત અને આસામ બાદૃ મધ્યપ્રદૃેશ યુનિફોર્મ સિવિલ કોડ અમલમાં લાવનાર દૃેશનું ચોથું રાજ્ય બનવા તરફ આગળ વધ્યું છે. સરકારનું કહેવું છે કે આ કાયદૃાનો હેતુ તમામ નાગરિકો માટે સમાન નાગરિક કાયદૃાની વ્યવસ્થા સ્થાપિત કરવાનો અને મહિલાઓના અધિકારોને વધુ મજબૂત બનાવવાનો છે.
વિધાનસભામાં ચર્ચા દૃરમિયાન મુખ્યમંત્રી ડૉ. મોહન યાદૃવે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે આરોપ લગાવ્યો કે વિપક્ષ આ મુદ્દે દ્વિધા વલણ અપનાવી રહૃાો છે અને વર્ષોથી તુષ્ટિકરણની રાજનીતિ કરતો આવ્યો છે. મુખ્યમંત્રીએ કહૃાું કે સરકાર સમાજમાં સમાનતા અને ન્યાય સુનિશ્ર્ચિત કરવા માટે આ બિલ લાવી છે અને મહિલાઓના હિતોની રક્ષા તેની પ્રાથમિકતા છે. બિલની મહત્વપૂર્ણ જોગવાઈઓમાં લિવ-ઇન રિલેશનશિપ માટે ફરજિયાત નોંધણીનો પ્રસ્તાવ સામેલ છે. ઉપરાંત, એકથી વધુ લગ્ન કરવાના કિસ્સાઓમાં કડક કાનૂની કાર્યવાહી અને જેલની સજાની જોગવાઈ પણ કરવામાં આવી હોવાનું સરકારે જણાવ્યું છે. મુખ્યમંત્રીએ કહૃાું કે મહિલાઓ સાથે અન્યાય કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને રાજ્યમાં દૃરેક નાગરિક માટે સમાન કાયદૃાની વ્યવસ્થા અમલમાં આવશે.