Jai Hind

મોડી રાત્રે આંદોલનકારી અને સુરક્ષાકર્મીઓ વચ્ચે અથડામણ

સવારે છ વાગ્યા સુધી ઇન્ટરનેટ સેવા બંધ કરાઈ

દિૃલ્હીમાં જંતર-મંતર પાસે પ્રદૃર્શન દૃરમિયાન િંહસા

કેટલાક પોલીસકર્મીઓ ઘાયલ:સ્થિતિ પર કાબૂ મેળવવા માટે રેપિડ એક્શન ફોર્સ અને પોલીસની ત્વરિત કાર્યવાહી: હળવો લાઠીચાર્જ અને ટીયર ગેસના સેલ છોડાયા

બુધવારે રાત્રે જંતર-મંતર પાસે ફરી િંહસા ફાટી નીકળી. જંતર-મંતર પર ચાલી રહેલા પ્રદૃર્શન દૃરમિયાન, ટોલ્સટોય માર્ગ પર પ્રદૃર્શનકારીઓ અચાનક િંહસક બન્યા અને સુરક્ષા કર્મચારીઓ પર પથ્થરમારો કર્યો, જેમાં ઘણા પોલીસકર્મીઓ ઘાયલ થયા. શરૂઆતના અહેવાલો અનુસાર, રેપિડ એક્શન ફોર્સ અને પોલીસ ટીમો હંમેશની જેમ નિયુક્ત સ્થાન પર તૈનાત હતી ત્યારે અચાનક પથ્થરમારો શરૂ થયો. જ્યારે રેપિડ એક્શન ફોર્સ અને પોલીસ ટીમો સક્રિય થઈ, ત્યારે પોલીસ અને રેપિડ એક્શન ફોર્સ ટીમો પર મોટા પથ્થરમારો કરવામાં આવ્યો.
કેટલાક પ્રદૃર્શનકારીઓ લાકડીઓ લઈને આવ્યા હતા, જેનો ઉપયોગ પોલીસ સામે કરવામાં આવ્યો. આ બાદૃ, રેપિડ એક્શન ફોર્સ ટીમે પ્રદૃર્શનકારીઓને કાબૂમાં લેવા અને તેમને વિખેરવા માટે બળપ્રયોગ પણ કર્યો. પોલીસે ભીડને વિખેરવા માટે બે થી ચાર ટીયર ગેસના શેલ પણ છોડ્યા.
આ ઉપરાંત, સવારે ૬ વાગ્યા સુધી ઇન્ટરનેટ સેવાઓ બંધ કરવામાં આવી છે. કોકરોચ જનતા પાર્ટીએ સ્પષ્ટપણે કહૃાું છે કે જ્યાં સુધી કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું ન આપે ત્યાં સુધી વિરોધ ચાલુ રહેશે. આવી સ્થિતિમાં, પ્રદૃર્શનકારીઓની ભીડ પણ વધી રહી છે. સુરક્ષા વ્યવસ્થા પણ કડક કરવામાં આવી છે. દિૃલ્હી પોલીસે જંતર-મંતર પર મોબાઇલ કમાન્ડ એન્ડ કંટ્રોલ વાહન તૈનાત કર્યું છે. દૃરમિયાન, ઇન્ટરનેટ સેવા પણ બંધ કરવામાં આવી છે.
માહિતી અનુસાર, સરકારે ટેલિકોમ સેવા પ્રદૃાતાઓને મધ્ય દિૃલ્હી વિસ્તારમાં ઇન્ટરનેટ બંધ કરવા કહૃાું છે. એવું કહેવામાં આવી રહૃાું છે કે જંતર-મંતરની આસપાસના ૧.૫ કિલોમીટરના ત્રિજ્યામાં આજે સાંજે ૬ વાગ્યાથી કાલે સવારે ૬ વાગ્યા સુધી ઇન્ટરનેટ બંધ કરવાનો આદૃેશ મળ્યો છે.
પોલીસના દૃાવા મુજબ જંતર-મંતર પર એકત્ર થયેલી ભીડ આગળ વધીને ટોલ્સ્ટોય માર્ગ પર પહોંચી હતી,
જ્યાં પથ્થરમારાની ઘટના બની હતી. જોકે, પ્રદૃર્શનકારીઓએ પથ્થરમારો શા માટે કર્યો અથવા ઘટનાનું ચોક્કસ કારણ શું હતું તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી.
પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે રેપિડ એક્શન ફોર્સ અને પોલીસે હળવો બળપ્રયોગ કર્યો હતો. હાલ સમગ્ર વિસ્તારમાં સુરક્ષા વધારી દૃેવામાં આવી છે અને મામલાની તપાસ ચાલુ છે.

દિૃલ્હી હાઇકોર્ટની કેન્દ્ર અન્ો પોલીસન્ો નોટીસ

જંતર મંતર પર લાઠીચાર્જ કેસ

પ્રદૃર્શનકારીઓને જંતર-મંતર પરથી બળજબરીથી હટાવવા તથા લાઠીચાર્જ કરવો ગેરબંધારણીય હતો

દિૃલ્હીના જંતર-મંતર પર પ્રદૃર્શનકારીઓ પર થયેલા લાઠીચાર્જ અને કાર્યવાહીના મામલે દિૃલ્હી હાઈકોર્ટે કેન્દ્ર સરકાર અને દિૃલ્હી પોલીસને નોટિસ ફટકારી જવાબ માંગ્યો છે. ચીફ જસ્ટિસ દૃેવેન્દ્ર ઉપાધ્યાય અને જસ્ટિસ તેજસ કારિયાની બેન્ચે સીસીટીવી, બોડી કેમ ફૂટેજ અને તમામ રેકોર્ડ સુરક્ષિત રાખવા નિર્દૃેશ આપ્યા છે. કોર્ટે ૪ અઠવાડિયામાં જવાબ માંગ્યો છે, જેના પર બાદૃમાં અરજીકર્તા પોતાનો પક્ષ રજૂ કરશે.
અરજીકર્તાઓના વકીલોએ કોર્ટમાં રજૂઆત કરી હતી કે, સોનમ વાંગચુક અને અન્ય પ્રદૃર્શનકારીઓને જંતર-મંતર પરથી બળજબરીથી હટાવવા તથા લાઠીચાર્જ કરવો ગેરબંધારણીય હતો. વકીલ એન હરિહરને જણાવ્યું હતું કે, ’જ્યારે વિદ્યાર્થીઓએ શાંતિપૂર્ણ પ્રદૃર્શન શરૂ કર્યું, ત્યારે તે તેમના બંધારણીય અધિકારોનો ભાગ હતું. પરંતુ બાદૃમાં પ્રદૃર્શનકારીઓ પર અતિશય બળપ્રયોગ અને બર્બરતા કરવામાં આવી હતી, જે અત્યંત િંચતાજનક છે.’
સુનાવણી દૃરમિયાન ચીફ જસ્ટિસે સવાલ કર્યો હતો કે, જો પોલીસના મતે આ ગેરકાયદૃે મંડળી હતી, તો કાયદૃામાં આવી સ્થિતિને પહોંચી વળવા ચોક્કસ પ્રક્રિયા નક્કી કરાયેલી છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે જ્યારે મોટી સંખ્યામાં લોકો જોડાયેલા હોય, ત્યારે દૃરેક વ્યક્તિને અલગથી એફઆઈઆર નોંધાવવા કહેવું યોગ્ય નથી.

સોનમ વાંગચૂકે ભૂખ હડતાળ સમેટી લેવાની ત્ૌયારી બતાવી

હોસ્પિટલના બિછાન્ોથી વાંગચૂકે કેન્દ્ર સરકારન્ો પત્ર લખ્યો

હોસ્પિટલમાંથી સોનમ વાંગચુકે સરકારને પત્ર લખ્યો છે. સોનમ વાંગચુકે અનશન ખતમ કરવા માટે પોતાની માગ રાખી છે. તેમણે કહૃાું કે આત્મહત્યા કરનાર વિદ્યાર્થીઓના પરિવારને વળતર મળે. સંસદૃમાં ચર્ચા થાય અને શિક્ષણમંત્રીનું રાજીનામું લેવામાં આવે. પોતાના પત્રમાં સોનમ વાંગચુકે જણાવ્યું કે કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા અને જિતેન્દ્ર િંસહે ગત રાત્રે હોસ્પિટલમાં મુલાકાત કરી. તે માટે તેમણે બંને નેતાઓનો આભાર વ્યક્ત કર્યો છે.
સોનમ વાંગચુકે લખ્યું ’ચર્ચા દૃરમિયાન તમે મને આશ્ર્વાસન આપ્યું હતું કે સરકાર સકારાત્મક રૂપથી વિચાર કરશે જેમાં પેપર લીક થયા બાદૃ આપઘાત કરનાર વિદ્યાર્થીઓના પરિવારોને વળતર, સંસદૃમાં જવાબદૃારી નક્કી કરવા માટે સાર્થક ચર્ચા, જેમાં માનનીય શિક્ષણ મંત્રીના રાજીનામા પર પણ વિચાર સામેલ છે.’
પોતાના પત્રમાં તેમણે લખ્યું ’પોલીસની બર્બરતા અને જરૂરિયાતથી વધુ બળપ્રયોગ છતાં ૨૦ જુલાઈએ સંસદૃ ચલો માર્ચ શાંતિપૂર્ણ રહી.
દૃેશ અને દૃુનિયાએ લોકતાંત્રિક રીતે વિરોધ કરવા પ્રત્યે તેમના ધૈર્ય અને સંકલ્પને જોયો. હું આશા થયું હતું.
સોનમ વાંગચુકે સરકારને અપીલ કરી છે કે સરકાર તે આશ્ર્વાસન આપે કે આંદૃોલનમાં સામેલ થનાર કોઈપણ યુવા પ્રદૃર્શનકારી વિરુદ્ધ કાયદૃેસર કાર્યવાહી કરવામાં નહીં આવે. તેમનો ગુનો માત્ર એટલો છે કે તેમણે જવાબદૃાર શિક્ષણ વ્યવસ્થા માટે અવાજ ઉઠાવ્યો. તેમણે કહૃાું- જો મને આ વિશ્ર્વાસ અપાવવામાં આવે છે તો હું તે ભરોસા સાથે મારૂ અનશન સમાપ્ત કરીશ કે સરકારે ન માત્ર મારી અપીલને સાંભળી પરંતુ લાખો યુવા ભારતીયોની આકાંક્ષાઓને પણ સમજી.