શિક્ષણમંત્રીના રાજીનાની માંગ સાથેનું બિહારમાં આંદૃોલન હિંસક બન્યું
બિહારના લહેરિયાસરાય પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા લોહિયા ચોક પર ગુરુવારે કેન્દ્રીય શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ કરી રહેલા વિદ્યાર્થીઓનું આંદૃોલન અચાનક િંહસક બની ગયું હતું. વિરોધ પ્રદૃર્શન દૃરમિયાન ભીડમાંથી પોલીસે પર પથરાવ કરવામાં આવતા અફરા-તફરી મચી ગઈ હતી, જેમાં સિટી એસપી અશોક કુમાર અને ૧ કોન્સ્ટેબલ ઘાયલ થયા હતા.સ્થિતિ વણસતાં પોલીસે પ્રદૃર્શનકારીઓને વિખેરવા માટે લાઠીચાર્જ કર્યો હતો. તેમ છતાં ભીડ ન હટતાં સ્થિતિને કાબૂમાં લેવા માટે ૭ રાઉન્ડ ટીયર ગેસના શેલ છોડવામાં આવ્યા હતા. આ ઘટનાના ૨ કલાક પછી પણ સમગ્ર વિસ્તારમાં ભારે તણાવપૂર્ણ વાતાવરણ બનેલું છે. મળતી માહિતી મુજબ, કોઈ પૂર્વ સૂચના આપ્યા વિના ૨,૦૦૦થી વધુ વિદ્યાર્થીઓ દૃરભંગા શહેરના કરપૂરી ચોક ખાતે એકઠા થયા હતા. ત્યાંથી સરઘસ કાઢીને તેઓ કલેક્ટર કચેરી રોડ પર પહોંચ્યા અને શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ સાથે પ્રદૃર્શન કરવા લાગ્યા હતા. આ દૃરમિયાન ભીડમાં ભળેલા કેટલાક અસામાજિક તત્વોએ માહોલ બગાડવા માટે પથરાવ શરૂ કર્યો હોવાની શંકા છે.
ઘટનાની જાણ થતાં જ કલેક્ટર કૌશલ કુમાર અને એસએસપી જગુનાથ રેડ્ડી સહિતના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર પહોંચી ગયા હતા. સ્થિતિને સામાન્ય બનાવવા માટે શહેરમાં દૃંગા નિયંત્રણ પુલીસ અને અનેક પોલીસ સ્ટેશનનો કાફલો તૈનાત કરાયો છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે પથરાવ કરનારાઓની ઓળખ સીસીટીવી ફૂટેજ અને વિડીયોના આધારે કરવામાં આવી રહી છે.