Jai Hind

ચાલુવર્ષનો નૈઋૃત્ય ચોમાસાનો સૌથી સક્રિય તબક્કો ભારતથી દક્ષિણ કોરીયા સુધી વાદળોની 10-હજાર કી.મી.લાંબી દિવાલ નજરે પડી!

હાલમાં જ અંતરિક્ષમાંથી લેવાયેલી સેટેલાઇટ ઇમેજરીમાં પૃથ્વી પર એક એવુ દ્રશ્ય કેપ્ચર થયો છે, જેણે આખા એશિયા ખંડના હવામાનશાસ્ત્રીઓને આશ્ચર્યચકિત કરી દીધા છે. ઉત્તર ભારતથી શરૂ કરીને હિમાલય, ચીન અને સીધા સાઉથ કોરિયા સુધી ફેલાયેલી 7,000 થી 10,000 કિલોમીટર લાંબી વાદળોની વિશાળ પટ્ટી જોવા મળી છે.આ ઘટના વર્ષ 2026ના દક્ષિણ-પશ્ચિમ ચોમાસાના સૌથી સક્રિય તબક્કાની સાક્ષી પૂરે છે. એક તરફ જ્યાં આ વાદળો બમ્પર વરસાદ લાવીને દેશના જળાશયો ભરી રહ્યા છે, તો બીજી તરફ હિમાચલ અને ઉત્તરાખંડ જેવા પહાડી રાજ્યોમાં પૂર અને લેન્ડસ્લાઇડનો ભય પણ ઊભો થયો છે.હવામાન નિષ્ણાતો આ અદ્ભુત ઘટનાને ’ખજ્ઞક્ષતજ્ઞજ્ઞક્ષ ઈજ્ઞક્ષદયલિયક્ષભય ણજ્ઞક્ષય’ તરીકે ઓળખાવી રહ્યા છે. હિંદ મહાસાગર પરથી આવતા ભેજયુક્ત પવનો જ્યારે સમગ્ર એશિયામાં સક્રિય હવામાન પ્રણાલીઓ સાથે ભળે છે, ત્યારે આવી ઘટના આકાર લે છે.
સેટેલાઇટ તસવીરો દર્શાવે છે કે ઘટ્ટ વાદળોએ મધ્ય, ઉત્તર અને પૂર્વ ભારતને સંપૂર્ણપણે ઘેરી લીધું છે. ત્યાંથી આગળ વધીને આ વાદળો હિમાલયન બેલ્ટ, ચીન, જાપાન અને સાઉથ કોરિયા સુધી પહોંચી ગયા છે.
છેલ્લા કેટલાક અઠવાડિયાથી ભારતના અનેક રાજ્યોમાં ચોમાસું ધીમું પડ્યું હતું અને વરસાદની મોટી ખોટ અનુભવાઈ રહી હતી. પરંતુ આ નવી સિસ્ટમે સમગ્ર ચિત્ર બદલી નાખ્યું છે.
છેલ્લા 2 દિવસમાં ભારતમાં તેના દૈનિક સરેરાશ ચોમાસાના વરસાદ કરતાં 170% થી 180% જેટલો વધુ વરસાદ નોંધાયો છે. વરસાદની જે ખાધ હતી તે આ સ્પેલથી ખૂબ જ ઝડપથી પૂરી થઈ રહી છે. હાલમાં ચાલી રહેલી ખરીફ પાકની વાવણી માટે આ વરસાદ સંજીવની સમાન સાબિત થશે અને દેશના તમામ નાના-મોટા જળાશયોમાં પાણીનું સ્તર ઝડપથી વધશે.