કોકરોચ જનતા પાર્ટીના મુખ્ય પ્રવકતા સૌરવ દાસે જણાવ્યું હતું કે મેં આજે સોનમ વાંગચૂક સાથે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે આ શાંતિપૂર્ણ પ્રદર્શન શાંતિપૂર્ણ જ રહેવું જોઇએ. તેમણે બધા પ્રદર્શન કરનારાઓને અપીલ કરી છે કે શાંતિ જાળવી રાખે. આ દેશમાં અગાઉ થયેલા પ્રદર્શનોમાં અણધારી પક્ષ દ્વારા અસામાજિક તત્વોની ઘુસણખોરી કરાઇ પૂરા પ્રદર્શનોને પાટા પરથી ઉતારી દેવાયા છે. આમ ન થવું જોઇએ, નડ્ડાની પ્રેસ કોન્ફરન્સ પર તેમણે કહ્યું હતું કે, જેપી નડ્ડાને શરમ આવવી જોઇએ. અહીં 30 દિથી વધુ સમયથી લોકો બેઠા છે અને તે કહે છે કે રાજનીતિ ન થવી જોઇએ.
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાને લઇને કોઇ સમજુતી નહીં થાય તેમણે જવું પડશે, નહીં તો આ આંદોલન ચાલુ રહેશે.