Jai Hind

વાંગચુકના ઉપવાસનો અંત:જંતરમંતર પર આંદૃોલન યથાવત

દિૃવસભર નાટ્યાત્મક શ્યો બાદૃ રાત્રે કેન્દ્રીય મંત્રીના હસ્ત્ો પારણા

નીટ પરીક્ષા પ્ોપર લીકના વિરોધમાં નવી દિૃલ્હીમાં ભૂખહડતાળ પર બ્ોઠેલા કલાયમેન્ટ એક્ટિવિસ્ટ અને સોનમ વાંગચુકે ૨૭માં દિૃવસ્ો ગુરૂગ્રામની વેદૃાંતા હોસ્પિટલના બિઝાન્ોથી કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાના હાથે જ્યુસ પીન્ો ભૂખ હડતાળ સમાપ્ત કરી હતી. સાથે કેન્દ્રીય મંત્રી ડો. જિત્ોન્દ્રિંસહ ત્ોમજ હોસ્પિટલિના ડોકટરો નજરે પડે છે.

આંદૃોલનના પ્રણેતા અભિજીત દિૃપકે કહૃાુ શિક્ષણમંત્રી રાજીનામું નહીં આપ્ો ત્યાં સુધી જંતરમંતર ખાલી નહીં થાય

નીટ પરીક્ષા પેપર લીકના પગલે કોકરોચ જનતા પાર્ટીએ જંતર-મંતર સાથે શરુ કરેલા આંદોલન અને લદાખના જાણીતા એક્ટીવીસ્ટ સોનમ વાંગચુકના ઉપવાસ અનશનના ગઇકાલથી કેન્દ્રની મોદી સરકાર એક્શનમાં આવી ગઇ હતી અને આંદોલનનો અંત આવે તથા વાંગચુકના ઉપવાસ પણ સમાપ્ત થાય તે દિશામાં ઝડપભેર કરેલી કાર્યવાહીમાં ગઇકાલે રાત્રિના 12 વાગ્યે કેન્દ્રીય મંત્રી શ્રી જે.પી. નડ્ડા તથા જીતેન્દ્રસિંહએ મેદાંતા હોસ્પીટલે પહોંચીને સોનમ વાંગચુક સાથે લાંબી બેઠક બાદ સોનમ વાંગચુકે તેના 26 દિવસના ઉપવાસનો અંત લાવ્યો છે. જો કે બીજી તરફ જંતર-મંતર પર આંદોલન અને ધરણા યથાવત રીતે ચાલુ રહેશે તે જાહેરાત કરવામાં આવી છે. નડ્ડા અને જીતેન્દ્રસિંહની હાજરીમાં ઉપવાસનો અંત લાવ્યા બાદ સોનમ વાંગચુકે મોડી રાત્રીના એક વીડિયો સંદેશમાં જણાવ્યું હતું કે સરકારે પેપર લીકમાં જવાબદેહી નિશ્ર્ચિત કરવા ખાતરી આપી છે તે સાથે જંતર-મંતર પરના આંદોલન અને ગત સોમવારની સંસદ કૂચમાં સામેલ નિર્દોષ વિદ્યાર્થીઓ પર કોઇ પોલીસ કેસ કે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે નહીં. વાંગચૂકે એ પણ દાવો કર્યો કે સરકારે પરીક્ષા પ્રણાલીમાં સુધારા અને પારદર્શકતા લાવવા સંસદમાં ચર્ચાની ખાતરી આપી છે અને સાથોસાથ પેપર લીકના પગલે જે વિદ્યાર્થીઓએ આત્મ હત્યા કરી છે તેમના પરિવારોને યોગ્ય વળતર આપવા પણ ખાતરી આપી છે. આમ 26 દિવસના ઉપવાસનો રાત્રે 12-30 કલાકે અંત લાવ્યો હતો. વાંગચૂકે દાવો કર્યો કે છેલ્લા બે દિવસથી તેમના અને સરકાર વચ્ચે વાટાઘાટો ચાલુ હતી અને હવે સરકારે લેખીત આશ્ર્વાસન આપ્યું છે. જો કે આંદોલનકારીઓની મુખ્ય માંગમી કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની છે પરંતુ વાંગચુકે કહ્યું કે સરકારે એ કોઇ ખાતરી આપી નથી કે પ્રધાનનું રાજીનામુ ક્યારે થશે તેમણે એ પણ દાવો કર્યો છે કે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામુ ન લેવું એ ખુદ સરકાર માટે નુકસાનદાયક સાબિત થશે પરંતુ મારી પાસે બે વિકલ્પ હતા ઉપવાસના કારણે મારા જીવન પર જોખમ હતું અને મૃત્યુ પણ આવી શકે તેમ હતું.