Jai Hind

કોર્ટની કાર્યવાહીના વીડિયો એડિટ કે શેર કરવા પર પ્રતિબંધ

સુપ્રીમ કોર્ટે કોર્ટની કાર્યવાહીની ઑડિયો-વીડિયો રેકોર્ડિંગના ગેરઉપયોગને રોકવા મહત્ત્વપૂર્ણ વચગાળાનો આદૃેશ આપ્યો છે. હવે સુપ્રીમ કોર્ટ અથવા હાઈકોર્ટની ન્યાયિક કાર્યવાહીની રેકોર્ડિંગને સંબંધિત સત્તાધિકારીની પૂર્વમંજૂરી વગર સોશિયલ મીડિયા અથવા અન્ય ડિજિટલ પ્લૅટફૉર્મ પર પોસ્ટ, રી-પોસ્ટ કે અપલોડ કરી શકાશે નહીં.
ચીફ જસ્ટિસ સૂર્ય કાંત, જસ્ટિસ જોયમાલ્યા બાગચી અને જસ્ટિસ વી. મોહનાની બેન્ચે આદૃેશ આપતાં કહૃાું કે, ‘સુપ્રીમ કોર્ટના મહાસચિવ અથવા સંબંધિત હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલની મંજૂરી વિના કોર્ટની કાર્યવાહીનું રેકોર્ડિંગ કાઢવું, તેમાં ફેરફાર કરવો, વાઇરલ કરવું અથવા કોઈ પણ ડિજિટલ પ્લૅટફૉર્મ પર શેર કરવું પ્રતિબંધિત રહેશે.આ મામલો કોર્ટની લાઇવસ્ટ્રીિંમગ અને કાર્યવાહીના વીડિયોના સોશિયલ મીડિયા પર થઈ રહેલા ગેરઉપયોગને લગતી અરજી બાદૃ સામે આવ્યો હતો.