હિમાચલ પ્રદૃેશના લાહૌલ-સ્પીતી જિલ્લાના પાંગી-ઉદૃયપુર માર્ગ પર મોટો અકસ્માત સર્જાયો છે. અહીં એક ટાટા સુમો ગાડી પર પહાડ તૂટી પડતાં ૧૩ લોકોના મોત થયા છે. લાહૌલ-સ્પીતી પોલીસે અકસ્માતની પુષ્ટિ કરી છે. હાલ લાહૌલ-સ્પીતી પોલીસની ટીમ ઘટનાસ્થળે રવાના થઈ હતી.
ભરમૌર-પાંગીના ધારાસભ્ય જનક રાજે જણાવ્યું કે, ઉદૃયપુર માર્ગ પર થયેલા અકસ્માતમાં ગાડીમાં મુસાફરી કરી રહેલા ૧૫ લોકોમાંથી ૧૩ લોકોના મોત થયા હોવાની માહિતી મળી છે. મૃતકોમાં ૬ મહિનાનું બાળક પણ સામેલ છે. જ્યારે બે લોકો સંપૂર્ણપણે સુરક્ષિત બચી ગયા છે.
માહિતી અનુસાર, લાહૌલ ઘાટીથી આશરે ૬૦-૭૦ કિમી દૃૂર કુડૂનાળા પાસે આ ઘટના બની હતી. અહીં ચાલતી ટાટા સુમો પર પહાડ પરથી મોટા પથ્થરો તૂટી પડ્યા હતા. કાટમાળમાંથી એક વ્યક્તિને ઇજાગ્રસ્ત હાલતમાં બહાર કાઢવામાં આવ્યો છે. અકસ્માત બાદૃ ગાડીના પાછળના ભાગમાં આગ પણ લાગી હતી. તેનો વીડિયો પણ સામે આવ્યો છે.