રવિવારે રજાના દિૃવસે પણ બોલાવી અધિકારીઓની બેઠક
કેન્દ્ર સરકારમાં શિક્ષણ મંત્રી તરીકે વધારાનો હવાલો રવિવારે સંભાળ્યા પછી નાગરિક પુરવઠા અન્ો ગ્રાહકોની બાબતના મંત્રી પ્રહલાદૃ જોશી નવીદિૃલ્હીમાં ઉચ્ચ અધિકારીઓ સાથે બ્ોઠક યોજી ચર્ચા કરી રહૃાા છે.
કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદૃ હવે શિક્ષણ મંત્રાલયની કમાન પ્રહલાદૃ જોશીના હાથમાં સોંપવામાં આવી છે
કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદૃ હવે શિક્ષણ મંત્રાલયની કમાન પ્રહલાદૃ જોશીના હાથમાં સોંપવામાં આવી છે. પદૃભાર સંભાળતા સાથે જ તેમણે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે મંત્રાલય હવે રાહ જોવાના મૂડમાં નથી. રવિવાર જેવા રજાના દિૃવસે પણ તેઓ મંત્રાલય પહોંચ્યા અને અધિકારીઓ સાથે બેઠક કરી. દ્ગઈઈ્ પેપર લીક વિવાદૃે દૃેશની પરીક્ષા પ્રણાલી પર ગંભીર પ્રશ્ર્નો ઊભા કર્યા છે, ત્યારે વિદ્યાર્થીઓની નજર હવે નવા શિક્ષણ મંત્રીના પહેલા નિર્ણયો પર છે. સવાલ માત્ર એ નથી કે નવા મંત્રી કોણ છે, પરંતુ એ પણ છે કે શું હવે પરીક્ષા વ્યવસ્થામાં ખરેખર મોટા ફેરફારો જોવા મળશે કે પછી આ બધું માત્ર કાગળો પૂરતું જ રહેશે.
પ્રહલાદૃ જોશીએ એવા સમયે શિક્ષણ મંત્રાલયની જવાબદૃારી સંભાળી છે, જ્યારે સરકાર પર પરીક્ષા પ્રણાલીમાં વિદ્યાર્થીઓનો ફરીથી વિશ્ર્વાસ સ્થાપિત કરવાનું સૌથી મોટું દૃબાણ છે. દ્ગઈઈ્-ેંય્ પેપર લીક વિવાદૃ બાદૃ નેશનલ ટેસ્ટિંગ એજન્સી (દ્ગ્છ)થી લઈને સમગ્ર પરીક્ષા પ્રણાલીની કામગીરી પર સવાલો ઊભા થયા છે. સરકાર પહેલેથી જ પેપર લીક સામે કડક કાયદૃો લાવવાની તૈયારી કરી ચૂકી છે. હવે ચર્ચા છે કે દ્ગઈઈ્-ેંય્ પરીક્ષામાં પણ મોટા ફેરફારો કરવામાં આવી શકે છે. રિપોર્ટ્સ મુજબ, ભવિષ્યમાં પરીક્ષાને કમ્પ્યુટર આધારિત બનાવવામાં આવી શકે છે અને બે તબક્કામાં યોજવા જેવા વિકલ્પો પર પણ વિચારણા થઈ રહી છે. જોકે આ ફેરફારો અંગે હજુ સત્તાવાર જાહેરાત થઈ નથી, પરંતુ નવા શિક્ષણ મંત્રી સામે પરીક્ષા પ્રણાલીને પારદૃર્શક અને વિશ્ર્વસનીય બનાવવાનો સૌથી મોટો પડકાર હશે.
રવિવારે કેન્દ્રીય મંત્રી પ્રહલાદૃ જોશીએ સત્તાવાર રીતે શિક્ષણ મંત્રાલયનો કાર્યભાર સંભાળી લીધો.