Jai Hind

ભારત લોકશાહી દૃેશ છે, સરમુખત્યારશાહી નહીં; CJP આંદૃોલન ખતમ થતાં અણ્ણા હઝારેની પ્રતિક્રિયા

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા અને સરકાર સાથેની સફળ વાતચીત બાદૃ કોકરોચ જનતા પાર્ટી (ઝ્રત્નઁ) એ પોતાનું આંદૃોલન પાછું ખેંચવાની જાહેરાત કરી છે. આ ઘટનાક્રમ પર દૃેશના જાણીતા ૮૯ વર્ષીય સામાજિક કાર્યકર અણ્ણા હઝારેએ પ્રતિક્રિયા આપતાં ઝ્રત્નઁ ના નિર્ણયનું સ્વાગત કર્યું છે. તેમણે સ્પષ્ટ શબ્દૃોમાં જણાવ્યું કે દૃેશમાં લોકશાહી છે, કોઈ તાનાશાહી નથી. તેથી પ્રજાની સમસ્યાઓ અને ફરિયાદૃોનો ઉકેલ હંમેશા શાંતિપૂર્ણ આંદૃોલનો અને પરસ્પર સંવાદૃ દ્વારા જ લાવવો જોઈએ. અણ્ણા હઝારેએ કહૃાું કે કોણ જીત્યું કોણ હાર્યું એ મહત્ત્વનું નથી પણ સૌથી જરૂરી એ છે કે સમાજની ભલાઈ માટે જે જરૂરી હોય તે કરતા રહેવું જોઈએ.પોતાના આંદૃોલનાત્મક અનુભવો શેર કરતાં અણ્ણા હઝારેએ જણાવ્યું હતું કે, તેમણે પોતાના જીવનમાં અિંહસક માર્ગે ચાલતાં ૨૨ વખત ભૂખ હડતાળ અને ઉપવાસ કર્યા હતા. આ શાંતિપૂર્ણ સત્યાગ્રહના કારણે જ તેઓ દૃેશમાં ૧૦ જેટલા મોટા કાયદૃાઓ ઘડવામાં અને બદૃલાવવામાં સફળ રહૃાા હતા. તેમણે ઉમેર્યું કે િંહસા અને તણાવથી કોઈ સમસ્યા ઉકલતી નથી પરંતુ તેનાથી માત્ર સમાધાન લાવવામાં વિલંબ થાય છે, તેથી કોઈ પણ વ્યક્તિએ િંહસાનો માર્ગ ન અપનાવવો જોઈએ.
અણ્ણા હઝારેએ સરકારને પણ આડે હાથ લેતાં જણાવ્યું હતું કે જનતા શું કહી રહી છે અને તેમની શું તકલીફો છે તે જોવું અને સાંભળવું એ સરકારની પ્રાથમિક ફરજ છે. લોકકલ્યાણ માટે સરકારે આગળ આવવું પડે તો તેમાં કોઈ વાંધો ન હોવો જોઈએ. તેમણે ભારપૂર્વક કહૃાું કે કોઈપણ જટિલ મુદ્દો હોય, અંતે તો તેનો ઉકેલ બેઠક અને વાટાઘાટોથી જ આવે છે, તેથી હંમેશા લોકશાહીના માર્ગ પર જ ચાલવું જોઈએ.