વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ મુદ્દે ગ્ાૃહમાં ધમાસાણ બાદૃ વિપક્ષ-સરકાર વચ્ચે ગતિરોધ સમાપ્ત
જાહેર પરીક્ષાઓમાં પ્ોપર લીક, નકલ અન્ો સંગઠિત માફિયા પર અંકુશ મુકવા મંત્રી જિત્ોન્દ્રિંસહે બિલ રજુ કર્યુ:વિદ્યાર્થી આંદૃોલન દૃરમિયાન પોલીસ દૃમનના મુદ્દે વિપક્ષોએ કાર્યવારી ખોરવી:સ્પીકરની સકારાત્મક પહેલ બાદૃ સરકાર-વિપક્ષ વચ્ચે સહમતી થઈ
લોકસભામાં સરકાર અને વિપક્ષ વચ્ચે ચાલી રહેલો ગતિરોધ આખરે સમાપ્ત થયો છે. પેપર લીક સંબંધિત બિલ પર આવતીકાલે (૨૮ જુલાઈ) સદૃનમાં ચર્ચા થશે. લોકસભા સ્પીકર ઓમ બિરલાની પહેલ બાદૃ તમામ મુખ્ય રાજકીય પક્ષોએ મંગળવારથી આ મહત્વપૂર્ણ બિલ પર ચર્ચા શરૂ કરવા સહમતિ વ્યક્ત કરી છે.
સદૃનની કાર્યવાહી દૃરમિયાન અધ્યક્ષ ઓમ બિરલાએ તમામ પક્ષોને અપીલ કરી હતી કે, આ વિષય દૃેશના કરોડો વિદ્યાર્થીઓ, યુવાનો અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની પારદૃર્શિતા સાથે જોડાયેલો છે. આવી સ્થિતિમાં આના પર વ્યાપક અને સાર્થક ચર્ચા થવી જરૂરી છે.
સ્પીકરની આ સકારાત્મક પહેલ બાદૃ લોકસભા અધ્યક્ષે ખુદૃ વિવિધ રાજકીય પક્ષોના લોર લીડર્સ સાથે વાતચીત કરી. જેના પરિણામે સત્તાપક્ષ અને વિપક્ષ બંનેએ સહમતિ સાધીને મંગળવારે બિલ પર વિસ્તૃત ચર્ચા કરાવવાનો નિર્ણય લીધો છે. આનાથી સદૃનમાં સહમતિ અને સંવાદૃની ભાવનાને પણ બળ મળ્યું છે.
આ બિલ જાહેર પરીક્ષાઓમાં પેપર લીક, નકલ, સંગઠિત પરીક્ષા માફિયા અને અન્ય અયોગ્ય સાધનો પર અસરકારક રોક લગાવવાના હેતુથી લાવવામાં આવ્યું છે. મંગળવારે થવા જઈ રહેલી ચર્ચા દૃરમિયાન વિવિધ પક્ષો બિલની જોગવાઈઓ પર પોતાના સૂચનો અને સુધારા પણ રજૂ કરી શકે છે. ચર્ચા બાદૃ સરકાર આ સૂચનોનો જવાબ આપશે અને ત્યારબાદૃ વિધેયકને સદૃનની મંજૂરી માટે રજૂ કરવામાં આવશે.
સંસદૃીય પરંપરાઓ હેઠળ અધ્યક્ષ ઓમ બિરલાની પહેલે ફરી એકવાર એ સંદૃેશ આપ્યો છે કે મહત્વપૂર્ણ રાષ્ટ્રીય મુદ્દાઓ પર સંવાદૃ, સહમતિ અને વિસ્તૃત ચર્ચા જ લોકશાહીની સૌથી મોટી તાકાત છે. તેમના પ્રયાસોથી તમામ પક્ષોનું ચર્ચા માટે તૈયાર થવું એ સંસદૃીય ગરિમા અને લોકતાંત્રિક મૂલ્યોનું સકારાત્મક ઉદૃાહરણ માનવામાં આવી રહૃાું છે.
નીટ પેપર લીક સામે અનેક અઢવાડિયા સુધી ચાલેલા દૃેશવ્યાપી વિરોધ પ્રદૃર્શનો બાદૃ કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર િંસહે આજે લોકસભામાં પેપર લીક વિરોધી બિલ રજૂ કર્યું હતું. આના પર સત્તાપક્ષના સભ્યોએ ટેબલ થપથપાવીને પોતાનું સમર્થન આપ્યું હતું. લોકસભા સ્પીકરે બિલ પર સુધારા રજૂ કરવા માટે બપોરે ૧:૦૦ વાગ્યા સુધીનો સમય નક્કી કર્યો હતો, પરંતુ વિપક્ષના હંગામાને કારણે આજે આના પર ચર્ચા ન થઈ શકી.
આ પહેલા ખરડો લોકસભામાં રજુ કર્યો હતો પણ વિપક્ષે હવે જંતર મંતર રેલી અને દૃેશમાં અન્ય સ્થળોએ જે રીતે વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ- પેલેટ ગન તથા પટણામાં એકે-૪૭ દ્વારા ગોળીબાર સહિતના મુદૃે સરકાર પર હડમલો કરીને વિપક્ષોએ સંસદૃના બન્ને ગૃહોમાં કામકાજ ખોરવ્યા હતા અને બપોરે બે વાગ્યે ફરી લોકસભા મોકુફ રહેતા અધ્યક્ષ શ્રી ઓમ બિરલાએ સાંજના પાંચ સુધીમાં સરકાર તથા વિપક્ષને તેના મતભેદૃોના અંત લાવવાનું અલ્ટીમેટમ આપ્યુ હતુ. ઓમ બિરલાએ જણાવ્યું કે આ રીતે મહત્વના ખરડાઓ હોવા છતા ગૃહનું કામકાજ ચાલે નહી તે સ્વીકાર્ય નથી અને તેમાં ઉકેલ લાવવો જોઈએ. પેપર લીક મુદૃે તેઓએ છ કલાક કે તેથી વધુ સમય ચર્ચાની ખાતરી આપી છે તો વિપક્ષના નેતા રાહડલ ગાંધીએ લોકસભામાં અને મલ્લીકાર્જુન ખડગેએ રાજયસભામાં વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ વિ.કાર્યવાહી અંગે કોણ જવાબદૃાર તે અંગે સરકારનો જવાબ માંગ્યો હતો.