Jai Hind

પ્રથમ દિવસે જ ‘તારીખ’! નીટ લીકેજની ફાસ્ટટ્રેક કોર્ટમાં CBI ધારાશાસ્ત્રી જ રજુ ન થયા

નવી દિલ્હી: દેશમાં પેપરલીક સામે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આકરી સજા અને તે પણ ફાસ્ટટ્રેક મારફત બે માસમાં જ સુનાવણી પુરી કરવા માટેનો ખરડો સંસદમાં રજુ થશે તે કાલે જાહેરાત સાથે પાટનગરની રાઉજ એવન્યુ કોર્ટને રાતોરાત ફાસ્ટટ્રેક કોર્ટે જાહેર કરી દેવાઈ અને ખાસ ન્યાયમૂર્તિ પણ નિયુક્ત કરી દેવાયા. નીટ પેપર લીકમાં સીબીઆઈ આ કેસની તપાસ કરી રહી છે અને તેમાં આજથી જ સીબીઆઈનો કેસ શરૂ થવાનો હતો પણ પ્રથમ દિવસે જ મુશ્કેલી પડી છે. આજે રાઉજ એવન્યુ કોર્ટમાં આ કેસની સુનાવણી શરુ થવાની હતી પણ તપાસ એજન્સી સીબીઆઈ તરફથી ધારાશાસ્ત્રી રજુ નહી થતા હવે તા.3 ઓગષ્ટે સુનાવણી થશે. આમ ફાસ્ટટ્રેકથી પેપર લીકની તપાસ સુનાવણી વિ.ની જે જાહેરાત કરી છે તેમાં પહેલા દિવસે જ તારીખ પડી છે. અગાઉ સીબીઆઈએ નીટ પેપર લીકમાં જે માસ્ટર માઈન્ડ ગણાતો હતો તે સંજીવ મુખીયાની આ કેસમાં કોઈ ભૂમિકા જ નથી તેવું જાહેર કરીને અત્યાર સુધીની તપાસ સામે પ્રશ્ર્નો સર્જાયા છે.