અયોધ્યા રામ જન્મભૂમિ મંદિૃર ટ્રસ્ટના ચઢાવામાં થયેલી ચોરી અને નાણાકીય અનિયમિતતાના કેસમાં પારદૃર્શી અને બિનપક્ષપાતી તપાસ માટે સુપ્રીમ કોર્ટે નવી સ્પેશ્યલ ઈન્વેસ્ટીગેશન ટીમ (જી્ંૈ)ની રચના કરી છે. ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા સૂર્યકાંત, જસ્ટિસ જોયમાલ્ય બાગચી અને જસ્ટિસ વી મોહનાની બેંચ સમક્ષ ઉત્તર પ્રદૃેશ સરકારે પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. રાજ્ય સરકાર તરફથી સોલિસિટર જનરલતુષાર મહેતાએ અદૃાલતને જણાવ્યું કે, સુપ્રીમ કોર્ટના અગાઉના નિર્દૃેશોનું પાલન કરીને તપાસ માટે ત્રણ વરિષ્ઠ ૈંઁજી અધિકારીઓની નવી જી્ંૈની કમાન સોંપવામાં આવી છે. આઇજી કિરણ એસ: આઇજી (લખનૌ રેંજ) – જી્ંૈના પ્રમુખ ડીઆઇજી સોમેન વર્મા: ડીઆઇજી (અયોધ્યા રેંજ) – સભ્ય એસએસપી ગૌરવ ગ્રોવર: એસએસપી (અયોધ્યા) – સભ્ય જી્ંૈમાં ફાયનાન્શિયલ ઓડિટર(ઝ્રછ)નો પણ સમાવેશ કરાશે સુનાવણી દૃરમિયાન સુપ્રીમ કોર્ટે સૂચન કર્યું હતું કે, આ કેસમાં ફંડની હેરાફેરી અને નાણાકીય ગડબડ સામેલ હોવાથી ટીમમાં ફોરેન્સિક ઓડિટનો અનુભવ ધરાવતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ(ઝ્રછ)ને પણ સામેલ કરવા જોઈએ.