ભવિષ્યમાં પેપર લીક ન થાય તે માટે સુવ્યવસ્થિત માળખુ-રોડમેપ તૈયાર કરશે : ટેકનોલોજી તથા ઓર્ગેનાઇઝેશનલ સ્ટ્રકચર પર ભાર મુકાશે
નીટ પેપર લીકને લઈને દેશભરનાં વિદ્યાર્થીઓ અને તેમનાં વાલીઓમાં ભારે ગુસ્સો જોવા મળ્યો હતો. કોકરોચ જનતા પાર્ટીની આગેવાની હેઠળ દિલ્હીનાં જંતર-મંતર પર વિરોધ-પ્રદર્શન કરવામાં આવ્યું હતું. હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પેપર લીક રોકવાના ઉપાયો સૂચવવા માટે ટેકનોક્રેટ નંદન નિલેકણીની આગેવાનીમાં ટાસ્ક ફોર્સ બનાવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તરફથી પેપર લીકને રોકવા માટે બનાવેલી ટાસ્ક ફોર્સના સભ્ય આઈઆઈટી મદ્રાસના ડિરેક્ટર પ્રોફેસર વી. કામકોટીએ ટાસ્ક ફોર્સની ટોપ પ્રાયોરિટી વિશે ખુલાસો કર્યો છે.
પેપર લીક ટાસ્ક ફોર્સના સભ્યોનાં નામ પણ સાર્વજનિક કરવામાં આવ્યાં છે. ઞઈંઉઅઈં આધારને જમીન પર લાવનારા ટેકનોક્રેટ નંદન નિલેકણીને અધ્યક્ષ બનાવવામાં આવ્યાં છે. આ ટાસ્ક ફોર્સમાં ઈંઈંઝ મદ્રાસના ડિરેક્ટર પ્રોફેસર વી. કામકોટીને પણ સભ્ય તરીકે સામેલ કરવામાં આવ્યાં છે. તેમણે પેપર લીક ટાસ્ક ફોર્સની પ્રાથમિકતાઓ વિશે વિગતવાર જણાવતાં સ્પષ્ટ કર્યું કે, પેપર લીક ટાસ્ક ફોર્સની ટોપ પ્રાયોરિટી જવાબદારી નક્કી કરવાની છે. આ સાથે જ પરીક્ષાને ભરોસાપાત્ર અને નિષ્પક્ષ રીતે કરાવવા માટે એક મજબૂત અને લીક પ્રૂફ સિસ્ટમ ડેવલપ કરવા માટે રોડમેપ તૈયાર કરવાનો છે. રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી (ગઝઅ)ની પરીક્ષા પ્રણાલીમાં વ્યાપક સુધારા માટે કેન્દ્ર સરકાર દ્વારા બનેલી 6 સભ્યોની ટાસ્ક ફોર્સની પહેલી પ્રાથમિકતા પરીક્ષા આયોજિત કરતી તમામ સંસ્થાઓની જવાબદારી નક્કી કરવાની રહેશે. ટાસ્ક ફોર્સના સભ્ય અને આઈઆઈટી મદ્રાસના ડિરેક્ટર પ્રો. વી. કામકોટીએ કહ્યું કે તાજેતરમાં સામે આવેલાં કથિત નીટ-યૂજી 2026 પેપર લીકે વર્તમાન વ્યવસ્થાની જે ખામીઓને ઉજાગર કરી છે, તેમને દૂર કરવી ખૂબ જ જરૂરી છે. નંદન નિલેકણીની અધ્યક્ષતાવાળી આ ટાસ્ક ફોર્સ એનટીએની પરીક્ષા પ્રણાલીને વધુ પારદર્શી, ગુણવત્તાયુક્ત અને ટેક્નોલોજી બેઝ્ડ બનાવવા માટે વ્યાપક સુધારાઓની ભલામણ કરશે.
પ્રો. કામકોટીએ કહ્યું કે સમિતિએ પોતાનાં કામ માટે બે પ્રમુખ ક્ષેત્રોની ઓળખ કરી છે. પહેલું, આધુનિક ટેક્નોલોજીનો મહત્તમ ઉપયોગ કરીને પરીક્ષા પ્રણાલીને મજબૂત બનાવવી અને બીજું, એવું ઓર્ગેનાઈઝેશનલ સ્ટ્રક્ચર ડેવલપ કરવું જેમાં પરીક્ષા આયોજિત કરનારી પ્રત્યેક સંસ્થા અને તેનાથી જોડાયેલા અધિકારીઓની સ્પષ્ટ જવાબદારી નક્કી થાય. તેમના અનુસાર, એક્ઝામ સિસ્ટમમાં વિશ્વાસ ત્યારે જ આવશે જ્યારે પ્રત્યેક સ્તર પર જવાબદારી સુનિશ્ચિત કરવામાં આવે. તેમણે ઉમેર્યું કે ટાસ્ક ફોર્સ ભવિષ્યમાં આયોજિત થનારી પરીક્ષાઓને સુરક્ષિત બનાવવા માટે તત્કાલ ઉપાયોની પણ ભલામણ કરશે. સાથે જ લોંગ ટર્મ રિફોર્મ્સ દ્વારા નેશનલ એક્ઝામ સિસ્ટમને પેપર લીક જેવી ઘટનાઓથી પૂરી રીતે સુરક્ષિત બનાવવા અને એડવાન્સ ટેક્નોલોજીનાં ઉપયોગથી પારદર્શિતા વધારવા પર પણ કામ કરવામાં આવશે.