Jai Hind

વડાપ્રધાન મોદી આજે ફરી એનડીએ સાંસદોને સંબોધશે

ધર્મેન્દ્ર પ્રધાનના પડેલા રાજીનામા પર બોલશે! નવી ઉતેજના

નવી દિલ્હી: પેપરલીક સહિતના મુદે સંસદમાં આકરા તાપનો સામનો કરી રહેલી મોદી સરકાર હવે વિપક્ષોનો કેમ મુકાબલો કરવો તે અંગે બહુ વિચારી રહ્યા છે તે વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાલે ફરી સવારે 9.30 કલાકે એનડીએના સાંસદોની બેઠકને સંબોધન કરશે. ગત સપ્તાહે મોદીએ આ રીતે એનડીએની બેઠકને સંબોધન કરતા સમયે પ્રથમ વખત નીટ પેપરલીક એક મૌન તોડયુ હતું અને વિદ્યાર્થી આંદોલન સમેટાય તે ચિંતા કરી હતી પણ અંતે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામુ આવી ગયુ છે પણ વિપક્ષ હવે વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ પેલેટ ગનના ઉપયોગ સહિતના મુદાઓ ઉઠાવી સંસદમાં સરકારને ઘેરી રહ્યા છે તો તેથી મોદી તેમના પર અને પ્રધાનના રાજીનામા પર કંઈ બોલવાનું પસંદ કરશે કે કેમ તેના પર સૌની નજર છે.