Jai Hind

ધારાસભા-લોકસભા ચુંટણી લડવાની ઉંમર 25ના બદલે 21 વર્ષ થવી જોઈએ: રેવંત રેડ્ડીનો પ્રસ્તાવ

નવી દિલ્હી: જેન-ઝેડના દિલ્હીના જંતર મંતર આંદોલનની સફળતા સાથે હવે યુવા વર્ગ રાજકારણમાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે તે નિશ્ર્ચિત થતા જ તેલંગાણાના મુખ્યમંત્રી એ.રેવંત રેડ્ડીએ ચુંટણી લડવા માટેની ઉમર મર્યાદા 25 વર્ષથી ઘટાડી 21 વર્ષ કરવી જોઈએ તે માંગણી કરી છે. તેઓએ જણાવ્યું કે આ રીતે 21 વર્ષે જ કોઈ વ્યક્તિ રાજકારણમાં પ્રવેશે તો તેના કારણે દેશને નવા વિચારો- નવા જોશથી રાજકીય નેતા મળશે. તેઓએ જણાવ્યું કે જેન-ઝેડ એ દેશના નિકાલમાં યોગદાન આપવા માંગે છે તે સાબીત થઈ ગયુ છે. બંધારણની કલમ 84 મુજબ લોકસભા તથા ધારાસભા ચુંટણી લડવા લઘુતમ 25 વર્ષ અને રાજયસભા ચુંટણી લડવા 30 વર્ષની લઘુતમ ઉમર મર્યાદા જરૂરી છે. જો કે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચુંટણી લડવા 21 વર્ષ લઘુતમ ઉંમર મર્યાદા છે. દેશમાં મત આપવા 18 વર્ષની લઘુતમ ઉમર મર્યાદા છે. શ્રી રેવંત રેડ્ડીએ જણાવ્યું કે આ અંગેનો એક પ્રસ્તાવ કેન્દ્ર સરકારને મોકલાશે. સ્વ.રાજીવ ગાંધીના શાસનમાં સ્થાનિક ચુંટણીઓ લડવાની ઉમર મર્યાદા 25 વર્ષમાંથી ઘટાડી 21ની કરવામાં આવી હતી. જેના કારણે થિરુવન્તપુરમમાં ફકત 21 વર્ષની ઉંમરે મેયર બનવાનો રેકોર્ડ છે.
તેઓએ દાવો કર્યો કે લોકસભાના 543 સાંસદોમાં જેન-ઝેડનું પ્રતિનિધિત્વ કરનાર ફકત 1% છે જયારે આઈએએસ-આઈપીએસ પણ 21 વર્ષે થઈ શકાય તો ધારાસભ્ય કે સાંસદ શા માટે નહી તેવો પ્રશ્ર્ન તેમણે ઉઠાવ્યો હતો. આ અંગે તેઓ ઈન્ડીયા બ્લોકના સાથી પક્ષોને પણ સાથે લેશે તેવો દાવો કર્યો હતો.