એમેઝોન ઇન્ડિયાએ આજે તેની મશીન લર્નિંગ સમર સ્કૂલના પાંચ વર્ષ પૂર્ણ થવાની ઉજવણી કરી. આ એક મફત, વર્ચ્યુઅલ પ્રોગ્રામ છે જેણે 2021 થી મુખ્ય આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગ (ખક) વિષયોમાં 12,000 થી વધુ એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓને તાલીમ આપી છે. દર વર્ષે ચાર વીકેન્ડ્સમાં એમેઝોનના વૈજ્ઞાનિકો દ્વારા ચલાવવામાં આવતો આ પ્રોગ્રામ કુલ 4 લાખથી વધુ નોંધણીઓ વટાવી ચૂક્યો છે, જે તેની પ્રથમ આવૃત્તિમાં 3,927 રજીસ્ટ્રેશનથી વધીને 2026 માં 1.3 લાખથી વધુ થઈ ગયો છે. હવે તેના છઠ્ઠા વર્ષમાં પ્રવેશેલ ખકજજ, શૈક્ષણિક અભ્યાસક્રમો અને ઉદ્યોગ-તૈયાર અઈં કૌશલ્યો વચ્ચેના અંતરને પૂરવાનું ચાલુ રાખે છે, જે વિદ્યાર્થીઓને ભલામણ પ્રણાલીઓ નેચરલ લેંગ્વેજ પ્રોસેસિંગ, કમ્પ્યુટર વિઝન અને મોટા પાયે ફોરકાસિ્ંટગ (આગાહી) જેવી પડકારો સાથે વ્યવહારુ અનુભવ આપે છે.
એમેઝોન ઇન્ડિયાના મશીન લર્નિંગના વાઇસ પ્રેસિડેન્ટ રાજીવ રાસ્તોગીએ જણાવ્યું હતું કે, “એમેઝોનમાં, અમે માનીએ છીએ કે વર્લ્ડ-ક્લાસ અઈં નું નિર્માણ પ્રતિભામાં વહેલું અને વ્યાપક રોકાણ કરવાથી શરૂ થાય છે, અને મશીન લર્નિંગ સમર સ્કૂલ એ જ વિશ્વાસનું સીધું પરિણામ છે. પાંચ વર્ષોમાં, આ પ્રોગ્રામે અમને દર્શાવ્યું છે કે મશીન લર્નિંગ કારકિર્દી બનાવવાની અપેક્ષા માત્ર પરંપરાગત ટેકનોલોજી હબ સુધી સીમિત નથી. હવે દર પાંચમાંથી લગભગ ચાર અરજદારો ભારતના અગ્રણી મેટ્રોપોલિટન શહેરો બહારની સંસ્થાઓમાંથી આવે છે અને મહિલાઓની ભાગીદારી વર્ષ-દર-વર્ષ વધી રહી છે, તેથી તે સ્પષ્ટ છે કે જે વસ્તુ ક્ષમતાઓને સક્ષમ કરે છે તે યોગ્ય પહોંચ અને એક્સપોઝર છે. અમે વિદ્યાર્થીઓને સીધા એમેઝોનના શ્રેષ્ઠ મગજો સાથે જોડવા અને શિક્ષણથી વાસ્તવિક અસર સુધીના મજબૂત માર્ગના નિર્માણમાં યોગદાન આપવા માટે પ્રતિબદ્ધ છીએ.”