આંદૃોલન સ્થળના સીસીટીવી-વીડિયો જાળવી રાખવા સુપ્રીમ કોર્ટનો આદૃેશ
નીટ-પ્ોપર લીક આંદૃોલનમાં સ્વતંત્ર તપાસની કોર્ટની ત્ૌયારી: તમામ રાજ્યોન્ો આદૃેશ: પોલીસ પર હુમલાની પણ ગંભીર નોંધ લેવાઈ
દિલ્હીમાં જંતરમંતર તથા દેશભરમાં નીટ પેપર લીક અંગે કોકરોચ જનતા પાર્ટીના આંદોલનમાં પોલીસના દમન પર અત્યંત આકરૂ વલણ અપનાવતા હવે આ અંગે સ્વતંત્ર તપાસનો આદેશ આપે તેવી શકયતા છે. આ અંગેની રીટની સુનાવણી સમયે સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ સુર્યકાંતની ખંડપીઠે નિરીક્ષણ વ્યક્ત કર્યુ કે જવાબદારી તો નિશ્ર્ચિત થવી જ જોઈએ. કાનૂનનો ભંગ થયો છે. સુપ્રીમકોર્ટે પોલીસ સામેની હિંસા પર પણ ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે કાયદો હાથમાં લેવાની મંજુરી કોઈને આપી શકાય નહી. સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે કાનુન તેનું કામ કરશે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે જયારે દેખાવકારો અત્યંત શાંતિપૂર્વક ધરણા-પ્રદર્શન યોજી રહ્યા હોય તો તે સમયે પોલીસ અત્યાચાર કે લાઠીચાર્જને યોગ્ય ગણાવી શકાય નહી. દરેક નાગરિકને શાંતિપૂર્વક પ્રદર્શનનો આકાર છે. સુપ્રીમકોર્ટે દેખાવકારોની ધરપકડ અંગે આદેશ આપતા જણાવ્યું છે કે તમામ સગીર તથા જેઓ સાથે ક્રિમીનલ રેકોર્ડ ન હોય તેને તાત્કાલીક મુક્ત કરવામાં આવશે તથા બીજા આદેશ સુધી દેખાવકારો સામે કોઈ કાર્યવાહી થશે નહી. જો કે જેઓના ક્રિમીનલ રેકોર્ડ છે. તેઓને કોઈ સુરક્ષા નહી મળે તેવી પણ સ્પષ્ટતા સર્વોચ્ચ અદાલતે કરી હતી. સુપ્રીમ કોર્ટે આ અંગે દિલ્હી-બિહાર-કેરળ-મધ્યપ્રદેશ તથા ઉતરપ્રદેશના ચીફ સેક્રેટરીને પણ નોટીસ પાઠવી હતી. સુપ્રીમ કોર્ટે તમામ રાજયોની પોલીસને આંદોલન સંબંધી તપાસ સીસીટીવી, ડ્રોન તથા બોડી કેમેરા ફુટેજ વાયરલેસ કોમ્યુનીકેશન સહિતના ડીજીટલ સહિતના તમામ ડેટા જાળવી રાખવા આદેશ આપ્યો હતો. જસ્ટીસ સુર્યકાંતે તેમના મંતવ્યમાં જણાવ્યું કે લોકતંત્રમાં ધરણા-વિરોધ પ્રદર્શન એ સ્વાભાવિક છે તથા તેની સામે કામ લેવામાં એક રાષ્ટ્રીય પ્રોટોકોલ જરૂરી છે. સુપ્રીમ કોર્ટે એ પણ સંકેત આપ્યો કે તે એક સ્વતંત્ર હાઈપાવર કમીટી નિયુક્ત કરવા પણ વિચારણા કરવા સંકેત આપતા જણાવ્યું કે તે દિલ્હી તથા દેશભરમાં થયેલી હિંસાની તપાસ કરશે. સુપ્રીમકોર્ટ એ સ્વીકાર્યુ કે આ પ્રકારના પ્રદર્શનમાં કયારેક ગુન્હેગારો પણ જોડાઈ જતા હોય છે.
સોલીસીટર જનરલે પોલીસ કર્મચારીઓને થયેલી ઈજાઓ અંગે જણાવ્યું હતું. સુપ્રીમે કહ્યું કે કાયદો હાથમાં લેનારને બક્ષાસે નહી. સર્વોચ્ચ અદાલતે કોઈપણ વિદ્યાર્થી દેખાવકારો પર કોઈ કાર્યવાહી નહી કરવા આદેશ આપ્યો હતો. સુપ્રીમકોર્ટે જણાવ્યું કે જે પોલીસ કર્મચારી પર હુમલા થયા છે તે વિદ્યાર્થીઓએ કર્યા છે કે અસામાજીક તત્વોની તપાસ થશે.
ફરી મોટા આંદૃોલનની સીજેપી સ્થાપકની ચીમકી
સુપ્રીમ કોર્ટના વચગાળાના આદૃેશ બાદૃ સીજેપીના સ્થાપક અભિજીત દૃીપકે ચીમકી આપતા જણાવ્યું છે કે, વિરોધ પ્રદૃર્શનમાં સામેલ વિદ્યાર્થીઓેન્ો પોલીસ ટાર્ગ્ોટ કરવાનું ચાલુ રાખશે તો સીજેપી મોટાપાયે ફરી શાંતિપ્ાૂર્ણ વિરોધ પ્રદૃર્શન કરશે.
