હવામાન વિભાગનું રેડ એલર્ટ
દિૃલ્હી-એનસીઆર સહિત ઉત્તર ભારતમાં ચોમાસું સક્રિય; આગામી બે દિૃવસ ભારે વરસાદૃ અને વાવાઝોડાની સંભાવના
ઉત્તર ભારતમાં આકાશી આફત્ો કહેર વર્તાવ્યો છે ઉત્તરાખંડમાં ભારે વરસાદૃન્ો કારણે ભૂસ્ખલન થતાં કેદૃારનાથ યાત્રા અટકી ગઇ છે, હિમાચલના ચંબામાં પ્ાૂરના પાણી સાથે પથ્થરો- કાટમાળ ઘરોમાં ઘૂસી ગયો છે ભારે વરસાદૃના કારણે મધ્યપ્રદૃેશ અન્ો છતીસગઢમાં ૬ લોકોના મોત થયા છે. દૃેશની રાજધાની નવી દિૃલ્હીમાં મંગળવારે પડેલા ધોધમાર વરસાદૃના પગલે આઇટીઓ સહિતના વિસ્તારોમાં પાણી ભરાઇ જતાં વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા.
રાષ્ટ્રીય રાજધાની દિૃલ્હીમાં મંગળવારે ધોધમાર વરસાદૃ વરસતા શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. સતત વરસાદૃને કારણે અક્ષરધામ, આઈટીઓ, મંડી હાઉસ સહિતના અનેક વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાઈ જતાં વાહનવ્યવહાર પ્રભાવિત થયો છે. લાંબા સમયથી વરસાદૃની રાહ જોઈ રહેલા દિૃલ્હીવાસીઓને ગરમીમાંથી રાહત મળી છે, પરંતુ ભારે વરસાદૃના કારણે દૃૈનિક જનજીવન પર અસર જોવા મળી રહી છે.
ભારતીય હવામાન વિભાગ (ૈંસ્ડ્ઢ)એ આગામી કેટલાક કલાકો માટે દિૃલ્હી માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. વિભાગના જણાવ્યા અનુસાર, શહેરમાં મધ્યમથી ભારે વરસાદૃ, તેજ પવન અને ગાજવીજ સાથે વાવાઝોડાની શક્યતા છે. લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા તેમજ નીચાણવાળા વિસ્તારોમાં ખાસ સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે.સવારે જ આકાશમાં કાળા વાદૃળો છવાઈ ગયા હતા અને ત્યારબાદૃ શહેરના મોટા ભાગમાં સતત વરસાદૃ શરૂ થયો હતો. વરસાદૃના કારણે અનેક મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ જતાં ટ્રાફિક ધીમો પડી ગયો હતો. કેટલાક વિસ્તારોમાં ઓફિસ જતાં કર્મચારીઓ અને મુસાફરોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.દિૃલ્હી ઉપરાંત નોઈડા અને એનસીઆરના અન્ય વિસ્તારોમાં પણ વરસાદૃનું જોર યથાવત રહૃાું છે. હવામાન વિભાગે ૨૯ જુલાઈએ પણ દિૃલ્હી-એનસીઆરમાં વરસાદૃી માહોલ યથાવત રહેવાની આગાહી કરી છે.
ઉત્તર પ્રદૃેશમાં પણ ચોમાસું સંપૂર્ણ સક્રિય બન્યું છે. ૨૮ અને ૨૯ જુલાઈ દૃરમિયાન સહારનપુર, મુઝફરનગર, બિજનૌર, મુરાદૃાબાદૃ, રામપુર, બરેલી અને સોનભદ્ર સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદૃની ચેતવણી જાહેર કરવામાં આવી છે. આ વિસ્તારોમાં વીજળીના કડાકા અને તેજ પવન સાથે વરસાદૃ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
