Jai Hind

પરીક્ષા પ્રણાલીને વધુ સુરક્ષિત બનાવવી છે:જિતેન્દ્રિંસહ

લોકસભામાં પેપર લીક વિરોધી પરીક્ષા સુધારા બિલ પર ચર્ચા શરૂ

બિલ રજૂ કરતા મંત્રીએ અગાઉના વર્ષોમાં થયેલા પ્ોપર લીકના કિસ્સા વર્ણવ્યા

દૃેશભરમાં સરકારી ભરતી અને જાહેર પરીક્ષાઓમાં પેપર લીક તથા ગેરરીતિના વધતા બનાવોને રોકવા માટે કેન્દ્ર સરકારે લોકસભામાં ’પબ્લિક એક્ઝામિનેશન્સ (પ્રિવેન્શન ઓફ અનફેર મીન્સ) સુધારા બિલ-૨૦૨૬’ રજૂ કર્યું છે. બિલ પર ચર્ચાની શરૂઆત કરતાં કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર િંસહે જણાવ્યું હતું કે આ સુધારો પરીક્ષા પ્રણાલીને વધુ પારદૃર્શક, વિશ્ર્વસનીય અને સુરક્ષિત બનાવવા માટે લાવવામાં આવ્યો છે. તેમણે કહૃાું કે દૃેશના યુવાનોના ભવિષ્ય સાથે કોઈપણ પ્રકારની છેડછાડ સહન કરવામાં આવશે નહીં.
ચર્ચા દૃરમિયાન જિતેન્દ્ર િંસહે અગાઉના વર્ષોમાં થયેલા વિવિધ પેપર લીકના બનાવોનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે ૨૦૦૯ની રેલવે રિક્રૂટમેન્ટ બોર્ડ પરીક્ષા, વેસ્ટ બંગાળ જ્વૉઇન્ટ એન્ટ્રન્સ પરીક્ષા, ૨૦૧૦ની ઉત્તર પ્રદૃેશ મેડિકલ એન્ટ્રન્સ પરીક્ષા સહિત ૨૦૧૧થી ૨૦૧૩ દૃરમિયાન વિવિધ ભરતી અને બોર્ડ પરીક્ષાઓમાં થયેલા પેપર લીકના કિસ્સાઓ યાદૃ કરાવ્યા. તેમણે ટિપ્પણી કરતાં કહૃાું કે, “જો હું અગાઉના તમામ પેપર લીકની યાદૃી ગણાવવા બેસીશ તો બિલ પર ચર્ચા કરવા માટે સમય જ નહીં બચે.”કેન્દ્રીય મંત્રીએ નેશનલ ટેસ્ટિંગ એજન્સી (દ્ગ્છ)ની રચનાનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું કે દૃેશ માટે એક કોમન ટેસ્ટિંગ એજન્સી બનાવવાની ભલામણ વર્ષો પહેલાં થઈ હતી, પરંતુ તેનો અમલ લાંબા સમય સુધી થયો નહોતો. વર્ષ ૨૦૧૭માં મોદૃી સરકારે દ્ગ્છની સ્થાપના કરીને આ મહત્વપૂર્ણ કામગીરી પૂર્ણ કરી હતી. તેમના જણાવ્યા મુજબ આજે દ્ગ્છ દૃેશની અનેક મહત્વપૂર્ણ પ્રવેશ પરીક્ષાઓ સફળતાપૂર્વક યોજી રહી છે.સુધારા બિલમાં પેપર લીક અને પરીક્ષામાં ગેરરીતિ કરનારાઓ સામે કડક સજાની જોગવાઈ કરવામાં આવી છે. સામાન્ય ગુનામાં દૃોષિતોને હવે ૫થી ૧૦ વર્ષની જેલ અને ૫૦ લાખ સુધીનો દૃંડ થઈ શકે છે. જ્યારે પરીક્ષા એજન્સી અથવા સર્વિસ પ્રોવાઇડર સંડોવાયેલા હોવાનું સાબિત થશે તો તેમના પર ૫ કરોડ સુધીનો દૃંડ ફટકારવાની અને તેમને ૮ વર્ષ સુધી પરીક્ષા યોજવાથી પ્રતિબંધિત કરવાની જોગવાઈ કરવામાં આવી છે.