Jai Hind

જુનિપર ગ્રીન એનર્જી લિમિટેડનો રૂ. 1,800 કરોડનો આઈપીઓ 30 જુલાઈ, 2026ના રોજ ખુલશે

જુનિપર ગ્રીન એનર્જી લિમિટેડ (વિંય ઈજ્ઞળાફક્ષુ) તેના ઇક્વિટી શેરના આઈપીઓ માટેની બિડ/ઓફર ગુરુવાર, 30 જુલાઈ, 2026ના રોજ ખોલશે.
આ ઓફરમાં કુલ રૂ. 18,000 મિલિયન (રૂ. 1,800 કરોડ) સુધીના મૂલ્યના ઇક્વિટી શેર્સની કુલ ઓફર સાઇઝમાં ફ્રેશ ઇશ્યૂનો સમાવેશ થાય છે (ઝવય ઝજ્ઞફિંહ ઘરરયિ જશુય).
એન્કર ઇન્વેસ્ટર માટેની બિડીંગ તારીખ બુધવાર, 29 જુલાઈ, 2026 રહેશે. બિડ/ઓફર સબસ્ક્રીપ્શન માટે ગુરુવાર, 30 જુલાઈ, 2026ના રોજ ખુલશે અને સોમવાર, 3 ઓગસ્ટ, 2026ના રોજ બંધ થશે.
ઓફર માટે પ્રતિ ઇક્વિટી શેર રૂ. 214થી રૂ. 225નો પ્રાઇસ બેન્ડ નક્કી કરવામાં આવ્યો છે. રોકાણકારો ઓછામાં ઓછા 66 ઇક્વિટી શેર માટે અને ત્યારબાદ તેના 66ના ગુણાંકમાં બિડ કરી શકશે.
એમ્પ્લોઇ રિઝર્વેશન પોર્શનમાં બિડીંગ કરી રહેલા પાત્ર કર્મચારીઓને પ્રતિ ઇક્વિટી શેર રૂ. 21નું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.