લોકસભામાં એન્ટી પેપર લીક સુધારા બિલ પર ચર્ચા
નવી દિલ્હી: એન્ટીપેપર લીક સુધારા ખરડા પર આજે ચર્ચાના બીજા દિવસે વિપક્ષના નેતા રાહુલ ગાંધીના વિધાનો પર જબરુ ધમાસાણ સર્જાયુ છે અને લોકસભાની કાર્યવાહી પણ ઠપ્પ થઈ શકે છે. ગઈકાલે ચર્ચામાં લગભગ 8 કલાક સુધી શાસક-વિપક્ષ વચ્ચે કોના શાસનમાં કેટલા પેપરલીક થયા તેની આક્ષેપબાજી થઈ હતી. આજે 12.30 કલાકની ફરી ચર્ચા અને બપોર બાદ મતદાનની તૈયારી છે તે સમયે વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ એક બાદ એક વિધાનો પર જબરી ધમાલ સર્જાતી રહી હતી અને અધ્યક્ષ શ્રી ઓમ બિરલાએ અનેક વખત રાહુલ ગાંધીને ચેતવણી પણ આપી હતી પણ રાહુલ ગાંધીએ તેમના વકતવ્યમાં કોકરોચ આંદોલનમાં પેલેટ ગન તથા પટણામાં એ.કે.47 ના ઉપયોગ પર બોલતા આક્ષેપ કર્યો કે ગાંધીબારના આદેશ ગૃહમંત્રી અમીત શાહે જ આપ્યા હતા. ગૃહમંત્રી જ આ પ્રકારના આદેશ આપી શકે છે અને તેઓનું ગૃહ સમક્ષ હાજર થવાનુ સાહસ નથી. રાહુલ ગાંધીના આ વિધાનો પર તુર્તજ સંસદીય બાબતોના મંત્રી કિરણ રિત્જુ અને શાસક પક્ષ તરફથી જબરો વિરોધ થયો અને રાહુલ ગાંધી તેમના આ વિધાનોના પુરાવા રજુ કરે ગૃહમંત્રીના આદેશની નકલ રજુ કરે તેવી માંગણી સાથે કિરણ રિત્જુએ જણાવ્યું કે જયાં સુધી રાહુલ ગાંધી પુરાવા રજુ નહી કરે કે માફી નહી માંગે ત્યાં સુધી ગૃહની કામગીરી ચાલવા દેશુ નહી. રાહુલના આ આક્ષેપના પગલે સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથસિંહ પણ પ્રશ્ર્નો ઉઠાવ્યા હતા. શ્રી રીત્જુએ જણાવ્યું કે આ મામલો અત્યંત ગંભીર છે. અમો ચુપ બેસીશું નહી. લોકસભા અધ્યક્ષે પણ રાહુલ ગાંધીને તથ્ય આધારિત વાત કરવા તાકીદ કરી હતી. જો કે મામલો અત્યંત ઉગ્ર રહ્યો. રાહુલ ગાંધી તેમના વિધાનો પર અડગ રહ્યા હતા તો શાસક પક્ષ તરફથી વિરોધ યથાવત જ રખાતા અંતે બપોરે 2.30 સુધી ગૃહ મુલત્વી રહ્યું છે.
સંસદીય બાબતોના મંત્રી કિરણ રિજજુએ આક્ષેપ કર્યો કે રાહુલ ગાંધી હેડલાઈન મેળવવા ખોટા આક્ષેપો કરે છે. રાહુલ ગાંધીએ તેમના ભાષણમાં ઈડીયટ, મુર્ખ સહિતના શબ્દોનો ઉપયોગ કર્યો તેની સામે પણ કિરણ રિજજુએ વાંધો ઉઠાવ્યો હતો અને તેને અસંસદીય ગણાવ્યા હતા. રાહુલ ગાંધીએ કહ્યું કે જંતર મંતર આંદોલન પર પુરા દેશને ગર્વ થવું જોઈએ. રાહુલ ગાંધીએ કહ્યું કે શિક્ષામાં ફકત એક પરિક્ષામાંજ મોટો ખર્ચ થાય છે.