Jai Hind

સ્વ. વડાપ્રધાન મનમોહન સિંહને કોલસા કૌભાંડ કેસમાં ક્લીનચીટ; SCએ ટ્રાયલ કોર્ટના સમન્સ રદ કર્યા

સુપ્રીમ કોર્ટે બુધવારે કોલસા બ્લોક ફાળવણી કેસમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો, જેમાં ભૂતપૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહન િંસહને સમન્સ પાઠવવાના ૨૦૧૫ના સ્પેશિયલ સીબીઆઈ કોર્ટના આદૃેશને રદૃ કરવામાં આવ્યો.
કોર્ટે ચુકાદૃો આપ્યો કે ટ્રાયલ કોર્ટ પાસે સીબીઆઈના ક્લોઝર રિપોર્ટને નકારી કાઢવા અને તેમની સામે સંજ્ઞાન લેવાનો કોઈ આધાર નથી. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત, ન્યાયાધીશ જોયમલ્યા બાગચી અને ન્યાયાધીશ વી. મોહનાની બેન્ચે ભૂતપૂર્વ વડા પ્રધાનની અપીલ મંજૂર કરી, સીબીઆઈના ક્લોઝર રિપોર્ટને સ્વીકારીને તેમને ક્લીનચીટ આપી અને કેસમાં કાર્યવાહી બંધ કરી દૃીધી. ડિસેમ્બર ૨૦૨૪ માં ડૉ. મનમોહન િંસહનું અવસાન થયું હોવા છતાં, સુપ્રીમ કોર્ટે ટ્રાયલ કોર્ટના આદૃેશની માન્યતા તપાસવાનો નિર્ણય લીધો કારણ કે તેમાં તેમની વિરુદ્ધ ઘણી પ્રતિકૂળ ટિપ્પણીઓ હતી. સ્વર્ગસ્થ ભૂતપૂર્વ વડા પ્રધાનનું પ્રતિનિધિત્વ કરતા વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે દૃલીલ કરી હતી કે મનમોહન િંસહના મૃત્યુ પછી અપીલ તકનીકી રીતે બિનઅસરકારક બની ગઈ હતી, પરંતુ ટ્રાયલ કોર્ટના અવલોકનો ધ્યાનમાં લેવા મહત્વપૂર્ણ હતા.