સરકારી ક્ષેત્રની 10 બેંકોએ બચત ખાતા પર દંડ નાબૂદ કર્યો ; જન ધન અને ઝીરો બેલેન્સ ખાતાધારકોને સંપૂર્ણ રાહત: પેનલ્ટી વસુલવામાં ખાનગી બેંકો મોખરે
છેલ્લાં પાંચ વર્ષ દરમિયાન દેશભરની બેંકોએ ગ્રાહકોનાં ખાતામાં મિનિમમ એવરેજ બેલેન્સ (ખઅઇ) ન જાળવવા બદલ રૂ.27,973 કરોડથી વધુ રકમ દંડ (પેનલ્ટી) તરીકે વસૂલી છે. કેન્દ્રીય નાણા મંત્રાલય દ્વારા રાજ્યસભામાં આપવામાં આવેલી માહિતી અનુસાર, આ દંડની રકમમાં સરકારી અને ખાનગી ક્ષેત્રની બેંકો દ્વારા વસૂલવામાં આવેલાં મોટો ચાર્જ સામેલ છે.
સરકારી અને ખાનગી બેંકોના આંકડાઓની સરખામણી કરીએ તો, સરકારી બેંકોએ છેલ્લાં પાંચ નાણાકીય વર્ષમાં આશરે રૂ.12,033 કરોડ દંડ પેટે એકત્ર કર્યા છે. બીજી તરફ, ખાનગી ક્ષેત્રની બેંકોએ માત્ર ચાર નાણાકીય વર્ષમાં જ રૂ.15,939 કરોડ વસૂલ્યા છે. આ દર્શાવે છે કે ખાનગી બેંકો મિનિમમ બેલેન્સ ન જાળવવા બદલ વધુ કડક નિયમો અને મોટો દંડ લાદી રહી છે.
ખાનગી બેંકોમાં એચડીએફસી બેંક ગ્રાહકો પાસેથી સૌથી વધુ દંડ વસૂલવામાં પ્રથમ ક્રમે રહી છે, જેણે નાણાકીય વર્ષ 2022-23 થી 2025-26 દરમિયાન રૂ.5,669.91 કરોડ એકત્ર કર્યા છે. ત્યારબાદ એક્સિસ બેંક રૂ.3,787.30 કરોડ સાથે બીજા ક્રમે, આઈસીઆઈસીઆઈ બેંક રૂ.1,578.29 કરોડ સાથે ત્રીજા ક્રમે અને કોટક મહિન્દ્રા બેંક રૂ.998.41 કરોડ સાથે ચોથા ક્રમે રહી છે.
સરકારી બેંકોમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ કુલ રૂ.1,600.77 કરોડનો દંડ વસૂલ્યો છે, પરંતુ સરકારે સ્પષ્ટતા કરી છે કે આ રકમ માત્ર ચાલું ખાતાઓ પર જ લેવામાં આવી છે. એસબીઆઈએ માર્ચ 2020 થી સામાન્ય બચત ખાતા પર મિનિમમ બેલેન્સ પેનલ્ટી સંપૂર્ણપણે માફ કરી દીધી છે. આ સિવાય બેંક ઓફ બરોડા (રૂ.2,028.94 કરોડ), પંજાબ નેશનલ બેંક અને ઈન્ડિયન બેંકે પણ કરોડો રૂપિયા દંડ પેટે મેળવ્યા છે. સરકારે રાજ્યસભામાં ખાસ નોંધાવ્યું હતું કે પ્રધાનમંત્રી જન ધન યોજના અને બેસિક સેવિંગ્સ બેંક ડિપોઝિટ એકાઉન્ટ્સ ધારકોને આવી પેનલ્ટીમાંથી મુક્તિ આપવામાં આવી છે. દેશમાં આશરે 73 કરોડ ઝીરો-બેલેન્સ ખાતાધારકો છે, જેમના પાસેથી મિનિમમ બેલેન્સ ન રાખવા બદલ કોઈ દંડ લેવામાં આવતો નથી.
ગ્રાહક-કેન્દ્રીય અને સરળ બેંકિંગને પ્રોત્સાહન આપવા માટે, દેશની 12 માંથી 10 સરકારી બેંકોએ બચત ખાતાઓ પર મિનિમમ બેલેન્સ ન જાળવવા બદલ લેવાતાં દંડને સંપૂર્ણપણે નાબૂદ કર્યો છે. બાકીની બે બેંકોએ પણ પોતાનાં નિયમો અને ચાર્જિસમાં સુધારો કરીને ગ્રાહકોને રાહત આપવાનો પ્રયાસ કર્યો છે.
મિનિમમ બેલેન્સ પેનલ્ટી ઉપરાંત, બેંકો ડેબિટ કાર્ડ એન્યુઅલ મેન્ટેનન્સ ચાર્જ અને અઝખ ચાર્જિસ દ્વારા પણ મોટી આવક મેળવે છે. આમાં પણ એસબીઆઈએ સૌથી આગળ રહી છે, જેણે ડેબિટ કાર્ડ ચાર્જિસથી રૂ.3,117 કરોડ અને અઝખ વસૂલાતથી રૂ.1,650 કરોડની કમાણી કરી છે. રિઝર્વ બેંકના નિયમો મુજબ, બેંકોએ ગ્રાહક પર પેનલ્ટી લાદતાં પહેલાં જખજ કે ઈમેલ દ્વારા જાણ કરવી અને બેલેન્સ સુધારવા માટે પૂરતો સમય આપવો ફરજિયાત છે.