Jai Hind

હવે જંતરમંતરના આંદોલનકારીઓ પર હુમલા: ઓનલાઈન ટ્રોલીંગ: વડાપ્રધાન મોદીનું સેલ્ફી સંબોધન પણ ટાર્ગેટ

મુંબઈ આંદોલનની પોસ્ટર ગર્લ રીયા મુંબઈ પોલીસ પાસે પહોંચી

રાઈટ વિંગ જમણેરી વિચારધારા ધરાવતા જૂથો હવે આંદોલનમાં સામેલ કોલેજ ગર્લ- યુવતીઓને નિશાન બનાવે છે

નવી દિલ્હી: દેશમાં અત્યાર સુધીના સૌથી મોટા ગણાતા જેન-ઝેડના જંતરમંતર તથા અન્ય મહાનગરોથી નાના શહેરોમાં થયેલા આંદોલન અને કેન્દ્રીય મંત્રીપદે ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ હવે આ આંદોલનમાં સક્રીય રહેનાર તથા સોશ્યલ મીડીયા મારફત આંદોલનને ટેકો આપ્નારની ઓનલાઈન તથા ઓફલાઈન ટ્રોસીંગ-ધમકી તથા હુમલા થવા લાગ્યા છે. મુંબઈમાં આ આંદોલનમાં પ્રતિક બની ગયેલી યુવતી જેણે આંદોલનકારીઓને લઈ જતી પોલીસવાન એકલા હાથે રોકી આંદોલનકારીઓને મુક્ત કરાયા હતા તે રીયા આહીરે તા.27ના મુંબઈ પોલીસના સાયબર ક્રાઈમ વિભાગ સમક્ષ ફરિયાદ નોંધાવી તે ઓનલાઈન ટ્રોલીંગ થઈ નહી હોવાનું તથા ગંદા બિભિત્સ સંદેશાઓ તેને મોકલવામાં આવી રહ્યા હોવાની ફરિયાદ કરી છે. બીજી તરફ સોશ્યલ મીડીયા પર પોસ્ટ થઈ રહેલા વિડીયોમાં આ આંદોલન સાથે જોડાયેલા વિદ્યાર્થીઓ યુવાઓ પર રાઈટ વિંગ- એકટીવિસ્ટ- જમણેરી- વિચારધારા ધરાવતા લોકો હુમલા કરી રહ્યા હોવાનું દર્શાવાયુ છે. આ માટે સત્યમ પંડિત નામનો એક રાઈટ વિંગ એકટીવીસ્ટ દિલ્હીમાં જંતરમંતર આંદોલનમાં જોડાયેલા બે વ્યક્તિઓ પર હુમલો કરતો દર્શાવાયો છે. આ પ્રકારના અનેક કલીપીંગ સોશ્યલ મીડીયા પર સર્કયુલેટ થઈ રહ્યા છે જેમાં આંદોલનમાં રૂબરૂ કે સોશ્યલ મીડીયા મારફત ભાગ લીધો છે. તેઓને નશિક્ષાથ કરવામાં આવી રહી છે.
જો કે બીજી તરફ સોશ્યલ મીડીયામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ટાર્ગેટ કરીને તથા અશોભનીય-બિભિત્સ શબ્દો તથા ચિત્રો સાથેના વિડીયો પણ સોશ્યલ મીડીયામાં વાયરલ થયા છે. ખાસ કરીને વડાપ્રધાનના સેલ્ફી સંબોધનને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. જો કે કોકરોચ જનતા પાર્ટીએ આ પ્રકારના વિડીયો માટે સમાજ વિરોધી તત્વોને જવાબદાર ગણાવ્યા છે. પાર્ટીએ યંગસ્ટર દ્વારા જે સામાન્ય અપમાનજનક જેને યંગ જનરેશનની ભાષામાં નિરાશા-હતાશા દર્શાવતા શબ્દો તરીકે ગણાવ્યા હતા.
ભાજપ તરફી સોશ્યલ મીડીયા હેન્ડલ તરફથી આંદોલન સમયે જે યંગસ્ટર્સ સરકાર વિરોધી સૂત્રો પોકાર્યા કે અશિષ્ટ ભાષાનો ઉપયોગ કર્યો તે દર્શાવતા વિડીયો સકર્યુલર થઈ રહ્યા છે. આ ઉપરાંત ઈન્ડીયન પોલીટીકલ કોમેન્ટેટર, ફોરેન પોલીસી, હિન્દુ રાઈટ એકટીવીસ્ટ, પ્રાઉડ ભારતીય બીજેપી મેમ્બર જેવા હેન્ડલ પરથી આંદોલનમાં ભાગ લેનાર કોલેજ ગર્લ યુવતીઓની તસ્વીરો મુકે તેઓ કયાં રહે છે તે શોધવા કયા કામ કરે છે, કઈ કોલેજમાં છે તેને શોધી તેના સાથી સંબંધીતોને તેમની પેન્ટાલીટી બતાવવા અપીલ થઈ રહી છે તો વડાપ્રધાન મોદીને ટાર્ગેટ કરતા વિડીયોમાં તેને શોધી જેલમાં મોકલવા માટે કહેવાઈ રહ્યું છે.