Jai Hind

હવે સોશ્યલ મીડીયામાં ફેક કન્ટેન્ટનો જવાબ આપવા દરેક મંત્રાલયની કવીક રિસ્પોન્સ ટીમ કામ કરશે

કોકરોચ જનતા પાર્ટીના આંદોલનમાં સોશ્યલ મીડીયાએ મોટી ભૂમિકા ભજવી છે અને આંદોલનના દિવસો દરમ્યાન દેશભરમાંથી નીટ લીકેજ, સરકારની બેદરકારી અને ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિધાનો તેમજ સંબોધન સંબંધી વાંધાજનક પોસ્ટનો દરિયો સર્જાયો હતો જેમાંથી હવે કેન્દ્ર સરકારે બોધપાઠ લઈને તમામ કેન્દ્રીય મંત્રાલયો અને વિભાગોને કવીક રિસ્પોન્સ ટીમ રચવા અને સોશ્યલ મીડીયા પર રિયલ ટાઈમ ફેક ક્ધટેન્ટ શોધીને તે દુર થાય તે જોવા આદેશ આપ્યો છે. દિલ્હી પોલીસે આપેલી માહિતી મુજબ સોશ્યલ મીડીયામાં આ પ્રકારે જે પોસ્ટ વાઈરલ થઈ રહી છે તે સંદર્ભમાં અનેક માહિતીઓ જૂઠી તથા અર્ધસત્ય હોવાનું બહાર આવ્યું છે જે બાદ કેન્દ્ર સરકારે તમામ મંત્રાલયો તેમના વિભાગોમાં એક કવીક રિસ્પોન્સ ટીમ બનાવશે જે સોશ્યલ મીડીયા પર સતત નજર રાખશે અને બે કલાકમાં જ આ પ્રકારના વિડીયો દુર થાય તે નિશ્ર્ચિત કરશે.
જે રીતે જંતર મંતર આંદોલન અને તેની સાથે જોડાયેલી ઘટનાઓમાં જનરેશન ઝેડ દ્વારા સોશ્યલ મીડીયાનો મોટો ઉપયોગ થયો હતો અને તેને કારણે સરકારને આંદોલનને પહોંચી વળવું મુશ્કેલ બન્યુ હતું તેથી જ હવે દરેક વિભાગો આ પ્રકારના ડિઝીટલ ક્ધટેન્ટ સામે કામ લઈ શકે તેવા ટેકનોલોજીથી માહિતગાર લોકોની એક ટીમ બનાવવા જણાવ્યું છે અને જે તે વિભાગોની સાચી માહિતી લોકો સુધી પહોંચે તે પણ નિશ્ર્ચિત કરાશે.