Jai Hind

સંસદૃના બંને ગૃહોમાં ધમાલ: કાર્યવાહી મુલત્વી:વિપક્ષના ધરણા

પ્ોલેટ ગન ફાયિંરગના મુદ્દે ફરી આજે

નીટ પરીક્ષા પેપર લીક સામે સરકારે હવે વધુ આકરી સજા સાથેની જોગવાઈ સાથેનો ખરડો ગઈકાલે લોકસભામાં ધાંધલ ધમાલ બાદ મંજુર થયા બાદ પણ આજે સંસદમાં આ મુદે ધમાસાણ યથાવત રહ્યું છે અને વિપક્ષોએ આંદોલનકારીઓ પર પેલેટ ગનના ઉપયોગના મુદે સરકારને ઘેરવાનું ચાલુ રાખ્યુ છે અને આજે કોંગ્રેસ સહિતના પક્ષોએ પેલેટ ગન ફાયરીંગનો ઓર્ડર કોને આપ્યો તેવા સૂત્રોચ્ચાર સાથે સંસદ બહાર અને સંસદમાં ધરણા તથા ધાંધલ ધમાલ ચાલુ રાખતા બંને ગૃહો બપોર સુધી મુલત્વી રહ્યા છે. લોકસભાના પ્રારંભ પુર્વે જ વિપક્ષોએ મકર ગેટ પાસે પ્રિયંકા ગાંધીના નેતૃત્વમાં દેખાવો કર્યા હતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગોળીબારની જવાબદારી લેવી જોઈએ તેવી માંગ સાથે સૂત્રોચ્ચાર પણ કર્યા અને જબરા બેનર સાથે દેખાવો કર્યા હતા. ગઈકાલે જ રાહુલ ગાંધીએ એક પત્રકાર પરિષદમાં અમિત શાહની ક્ષમતા સાથે પ્રશ્ર્નો ઉઠાવ્યા હતા તો તેનો પડઘો આજે સંસદમાં પડયો છે અને બંને ગૃહોમાં ફરી એક વખત આ મુદે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જવાબદારી લે તેવી માંગણી સાથે દેખાવો કર્યા હતા.

સુપ્રીમ કોર્ટની દૃેખરેખ હેઠળ હાઇલેવલ કમિટીની રાહુલની માગ

પ્ોલેટગન ફાયિંરગ મામલે

લોકસભા વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ૨૦ જુલાઈએ વિદ્યાર્થીઓના આંદૃોલનમાં કથિત પેલેટ ગનનો ઉપયોગ કરવા મામલે કેન્દ્ર સરકાર અને સંબંધિત એજન્સીઓ પર સવાલો ઉઠાવ્યા છે. તેમણે વિદ્યાર્થીઓને ન્યાય અપાવવા માંગ કરીને કહૃાું કે, આ સમગ્ર ઘટના મામલે સુપ્રીમ કોર્ટના દૃેખરેખ હેઠળ સ્વતંત્ર હાઈલેવલ કમિટી બનાવવાની તપાસ થવી જોઈએ. દૃેખાવો દૃરમિયાન ઈજાગ્રસ્ત થયેલા શેખ ઈરશાદૃ મંસૂરીનો મેડિકો લીગલ કેસ (સ્ન્ઝ્ર) રિપોર્ટ સામે આવ્યા બાદૃ રાહુલ ગાંધીએ આ નિવેદૃન આપ્યું છે.