Jai Hind

પીએમ કિસાન યોજના વધુ પાંચ વર્ષ લંબાવાશે

કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ૪ મહત્ત્વના નિર્ણયો

ઉર્જા ક્ષેત્ર અને દરિયાઇ અર્થતંત્રને મજબૂત કરવા સૂર્યઘર અને સમુદ્ર મંથન યોજનાને મંજૂરી

દૃેશના કરોડો ખેડૂતો માટે કેન્દ્ર સરકારે મોટી રાહતની જાહેરાત કરી છે. કેન્દ્રીય કેબિનેટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાને આગામી પાંચ વર્ષ માટે ચાલુ રાખવા માટે મંજૂરી આપી દૃીધી છે. હવે આ યોજના નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ થી લઈને ૨૦૩૦-૩૧ સુધી લાગુ રહેશે. સરકારે આ યોજના માટે ૩.૧૫ લાખ કરોડ રૂપિયાથી વધુનું બજેટ પ્રસ્તાવિત કર્યું છે, જેનાથી પાત્ર ખેડૂતોને પહેલાની જેમ જ આર્થિક સહાય મળતી રહેશે.
ઁસ્ કિસાન યોજના હેઠળ પાત્ર ખેડૂત પરિવારોને દૃર વર્ષે ૬,૦૦૦ રૂપિયાની નાણાકીય સહાય આપવામાં આવે છે. આ રકમ ૨૦૦૦ રૂપિયાના ત્રણ સરખા હપ્તામાં સીધી ખેડૂતોના બેંક ખાતામાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (ડ્ઢમ્) દ્વારા મોકલવામાં આવે છે. સરકારે આગામી પાંચ વર્ષ માટે આ યોજના પર ૩,૧૫,૬૧૪ કરોડ રૂપિયા ખર્ચ કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. સરકારનું કહેવું છે કે આ નિર્ણયથી ખેડૂતોને નિયમિત આવકનો ટેકો મળતો રહેશે અને ખેતી સંબંધિત જરૂરી ખર્ચ પૂરા કરવામાં સરળતા રહેશે. આનાથી ખેડૂતોની આર્થિક સ્થિતિ મજબૂત થવાની અપેક્ષા છે.
આ બેઠકમાં ખેડૂતો, ઉપરાંત યુવાનો, ઉર્જા ક્ષેત્ર અને દૃરિયાઈ અર્થતંત્રને મજબૂત કરવા માટે અનેક મોટી યોજનાઓને મંજૂરી આપવામાં આવી છે તેમજ ચાલુ યોજનાઓને લંબાવવાની જાહેરાત કરવામાં આવી છે. સરકારના આ પગલાંથી દૃેશના લાખો નાગરિકોને સીધો લાભ મળશે અને આર્થિક વિકાસને વધુ વેગ મળશે.કૃષિ ઉપરાંત ઉર્જા ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે ’પીએમ સૂર્ય ઘર યોજના’ને પણ સત્તાવાર મંજૂરી આપવામાં આવી છે, જેનાથી દૃેશમાં સોલાર એનર્જીના ઉપયોગને વેગ મળશે અને વીજળીના બિલમાં મોટી રાહત મળશે. યુવાઓમાં રમતગમત પ્રત્યે ઉત્સાહ વધારવા અને ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય સ્તરની તાલીમ પૂરી પાડવા માટે ’ખેલો ઇન્ડિયા યોજના’ને પણ આગામી પાંચ વર્ષ માટે લંબાવવામાં આવી છે. આ યોજના હેઠળ દૃેશના પ્રતિભાશાળી યુવાનોને આગળ વધવાની સોનેરી તકો મળતી રહેશે.આ તમામની સાથે સાથે, દૃરિયાઈ ક્ષેત્રના વિકાસ અને સંસાધનોના શ્રેષ્ઠ ઉપયોગ માટે એક નવી પહેલ તરીકે ’સમુદ્ર મંથન યોજના’ને પણ મંજૂરી આપવામાં આવી છે. સરકારના આ ચારેય મહત્વપૂર્ણ નિર્ણયો દૃેશના સર્વાંગી વિકાસ, ખેડૂતોની ખુશાલી, સ્વચ્છ ઉર્જા અને યુવા સશક્તિકરણની દિૃશામાં એક માઈલસ્ટોન સાબિત થશે. કેન્દ્રીય મંત્રીમંડળની આ બેઠકથી દૃેશના વિવિધ વર્ગોમાં ભારે ઉત્સાહ અને સકારાત્મક વાતાવરણ ફેલાઈ ગયું છે.