વર્ગખંડમાં ઉભેલો શિક્ષક મનથી શેરબજારમાં, અથવા બીજા વ્યવસાયની િંચતામાં હશે તો શિક્ષણ કેવી રીત્ો આપી શકશે?
શાળાન્ો જ્ઞાનનું મંદિૃર કહેવામાં આવે છે. આ મંદિૃર એવું છે કે, જ્યાં વિદ્યાર્થીઓન્ો જે શિક્ષણ આપવામાં આવે છે ત્ોમાં ભણતરની સાથે જીવન મૂલ્યોના પાઠ પણ શીખવાડવામાં આવતા હોય છે. શિક્ષણની સાથે સાથે સંસ્કાર, શિસ્ત, વગ્ોરે પણ શીખવવામાં આવે છે.
માવતર પોતાના બાળકનું શાળામાં નામાંકન કરાવે છે ત્યારે માતા-પિતા એવી આશા રાખતા હોય છે કે, પોતાનું બાળક માત્ર શિક્ષિત થશે નહીં પરંતુ ભવિષ્યના જીવનનો માર્ગ સરળ કરવાનો રસ્તો પણ શોધી લેશે.
પરંતુ શિક્ષણ ધામમાં બાળકોન્ો સજાના સ્વરૂપમાં અપશબ્દૃો લખવાનું કહેવામાં આવે છે ત્યારે માવતરોનો શાળા પ્રત્યેનો વિશ્ર્વાસ ત્ાૂટતો હોય છે આ માત્ર વિશ્ર્વાસના ખંડનનો પ્રશ્ર્ન નથી પરંતુ શિક્ષણ સંસ્થાઓમાં જે શિક્ષકોની પસંદૃગી થાય છે ત્ોના પર પ્રશ્ર્નો ઉભા થયા છે આથી કહી શકાય કે શાળામાં વિદ્યાર્થીઓન્ો જે શિક્ષકો શિક્ષણ આપ્ો છે ત્ો સંભવત: સંસ્કારી હોતા નથી.
છત્તીસગઢના સરગવામાં એક ખાનગી શાળામાં બ્ો વિદ્યાર્થીઓ વચ્ચે તકરાર થઇ હતી. ત્યારે ધોરણ ૮માં ભણતા એક વિદ્યાર્થીન્ો સજાના સ્વરૂપમાં ૧૦૦ વખત હિન્દૃી તથા અંગ્રેજીમાં જન્ોતા વિષે અપશબ્દૃો લખવાની સજા કરવામાં આવી હતી. એટલું જ નહીં વિદ્યાર્થીન્ો શિક્ષક દ્વારા કહેવામાં આવ્યું હતું કે, જે કાગળ પર ત્ોણે માવતર વિશે અપશબ્દૃો લખ્યા છે ત્ો કાગળ પર માવતરના હસ્તક્ષર કરાવે.
અચરજની બાબત આ છે કે, વિદ્યાર્થીન્ો સજા કરનાર શિક્ષક મહિલા હતી. શાળામાં સામાન્ય રીત્ો વિદ્યાર્થીઓ વચ્ચે નજીવી બાબત્ો તકરાર થતી હોય છે આ સમયે શિક્ષકની ફરજ આ છે કે, વિદ્યાર્થીઓન્ો સાચી સલાહ આપ્ો અન્ો વિદ્યાર્થીઓ વચ્ચે સમાધાન કરાવે.
શિક્ષકોએ વિદ્યાર્થીઓ વચ્ચે જે તકરાર થઇ હોય ત્ોમાં સાચુ-ખોટું શું છે ત્ો જાણવા વિનમ્ર પ્રયત્નો કરવો જોઇએ અને જે વિદ્યાર્થીની ભૂલ હોય ત્ોમન્ો શાંતિથી સમજાવવા જોઇએ. અને ત્ોમન્ો સાચા-ખોટાનો ભેદૃ પણ સમજાવવો જોઇએ.
પરંતુ વિદ્યાર્થીઓન્ો સજા કરવી ત્ો બાબત અયોગ્ય છે આથી શિક્ષણ જગત પર લાંછન લાગતું હોય છે અન્ો શિક્ષકોની ભરતી પ્રક્રિયા પર પણ ગંભીર અસર પડે છે આથી પ્રશ્ર્ન આ છે કે શું શિક્ષક બનવા માટે જરૂરી શૈક્ષણિક યોગ્યતા પ્ાૂરતી છે? શું શિક્ષકનું આચરણ શિક્ષકની મનોસ્થિતિ, તથા બાળકો પ્રત્યે હોવી જોઇએ ત્ોવી સંવેદૃનશીલતા છે આ બધી બાબતોન્ો શિક્ષકની પસંદૃગી કરવામાં તંત્રએ ધ્યાન રાખવી જોઇએ.
દૃેશ ભરમાં શિક્ષકોની ગ્ોરવર્તણુંકના કિસ્સાઓ સામે આવતા હોય છે ત્યારે એવું જણાય છે કે, જો શિક્ષકોમાં સંસ્કાર નહીં હોય તો ત્ોઓ બાળકોન્ો કેવી રીત્ો સારા સંસ્કાર આપી શકશે.
વાસ્તવિક રીત્ો શિક્ષકોની પસંદૃગી એક સંવેદૃનશીલ પ્રક્રિયા છે ત્ોમાં શૈક્ષણિક યોગ્યતાની સાથે જે શિક્ષકોની પસંદૃગી કરવામાં આવે છે ત્ોમનું મનોવૈજ્ઞાનિક પરિક્ષણ પણ જરૂરી છે બાળકો પ્રત્યે સહાનુભૂતિ, વાત્સલ્ય ભાવ, બધા બાળકોન્ો ધૈર્યપ્ાૂર્વક સાંભળવાની ક્ષમતા, વિવાદૃ થાય ત્યારે નિષ્પક્ષ રીત્ો યોગ્ય સમાધાન કરવું જેવા વિષયો મનોવૈજ્ઞાનિક પરિક્ષણમાં સામેલ થવા જોઇએ.
શિક્ષકોની પસંદૃગી બાબત્ો એવી પ્રક્રિયા પસંદૃ કરવી જોઇએ જેમાં શિક્ષક સ્વયં વિવેકશીલ નહી પરંતુ બાળકોન્ો વિવેકવાળા બનાવવામાં મદૃદૃ કરે કારણ કે, બાળપણમાં જ્યારે શિક્ષકોની અપ્રિય બાબતો બાળકોના મનમાં બ્ોસી જાય છે ત્યારે આ વાત ત્ોમન્ો જીવનભર યાદૃ રહેતી હોય છે.
શાળામાં યોગ્ય અન્ો સક્ષમ શિક્ષકની પસંદૃગી કરવી એ શાળાના શૈક્ષણિક સ્તર અન્ો બાળકોના ભવિષ્ય માટે મહત્વની બાબત છે ગુણવત્તાયુકત શિક્ષકોની પસંદૃગી કરવા માટે આ મુજબના પગલાં લેવા જોઇએ.
જે શિક્ષકની પસંદૃગી કરવામાં આવે ત્ોમની પાસ્ો ડિગ્રી હોવી જોઇએ. શિક્ષક જે વિષય ભણાવવાના છે ત્ો વિષયનું જ્ઞાન ત્ોમની પાસ્ો હોવું જરૂરી છે. શિક્ષકોનો માત્ર ઇન્ટરવ્યુ લેવાના બદૃલે ઉમેદૃવારોેન્ો વાસ્તવિક વર્ગખંડમાં ૩૦ મીનિટનો ડેમો કલાસ લેવો જોઇએ.
અન્ો પસંદૃગી કરનારાઓએ જોવું જોઇએ કે, શું ત્ોઓ બાળકોન્ો રસ પડે ત્ો રીત્ો ભણાવે છે. માત્ર ગોખણપટ્ટી કરાવવાના બદૃલે પ્રાયોગિક ઉદૃાહરણો આપ્ો છે. શિક્ષક વર્ગમાં બધા વિદ્યાર્થીઓનું ધ્યાન રાખી શકે છે શિક્ષકની ભાષાની સ્પષ્ટતા, અવાજનો ઉતાર- ચડાવ અન્ો સમજાવવાની સરળતા છે.
બાળકો પ્રશ્ર્નો પ્ાૂછે ત્યારે શિક્ષક તો વિદ્યાર્થીઓ પ્રત્યેનો પ્રતિભાવ કેવો છે ત્ો જોવું જોઇએ ત્ોમાં ખાસ કરીન્ો આ વાતની સ્પષ્ટતા કરવી જોઇએ કે, ત્ોઓ વિદ્યાર્થીઓના પ્રશ્ર્નોનો જવાબ ધીરજ પ્ાૂર્વક આપ્ો છે કે, નહીં.